મોબાઇલ રિપેર કરવાવાળાએ જોઇ લીધા યુવતીના પ્રાઇવેટ ફોટોસ, જાણો પોલીસે કેમ ન કરી કાર્યવાહી?

મોબાઈલ ફોન હવે આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે, પછી તે પૈસાની લેવડદેવડ હોય કે ઈન્ટરનેટ દ્વારા દુનિયા સાથે કનેક્ટ થવાનું હોય, હવે બધું આંગળીના ટેરવે થાય છે.

મોબાઈલ ફોન હવે આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે, પછી તે પૈસાની લેવડદેવડ હોય કે ઈન્ટરનેટ દ્વારા દુનિયા સાથે કનેક્ટ થવાનું હોય, હવે બધું આંગળીના ટેરવે થાય છે. ફોનમાં ઘણી બધી અંગત માહિતી અને તસવીરો હોય છે, જે કોઈના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આવી સ્થિતિમાં ફોન ખરાબ થઇ જાય તો અમારે અજાણ્યા લોકો પાસે તેને રિપેરમાં આપવો પડે છે, આવી સ્થિતિમાં તે આપણા ફોનનું શું કરશે, કંઈ કહી શકાય નહીં. આવો જ એક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે.

ફોન ઠીક કર્યા બાદ દુકાનદારે કર્યું આવું કામ

ફોન ઠીક કર્યા બાદ દુકાનદારે કર્યું આવું કામ

યુએસએના મેસેચ્યુસેટ્સમાં રહેતી 28 વર્ષીય લુઈસ જોન્સનને આઈફોન 11ની સ્ક્રીન ડેમેજ થઈ ગઈ હતી, જેને રિપેર કરાવવા તે સ્થાનિક મોબાઈલ રિપેરિંગ શોપમાંગઈ હતી.

લુઈસે આરોપ લગાવ્યો હતો કે, વર્સેસ્ટરમાં મોબાઈલ રિપેર શોપના કર્મચારીએ ફોન પર તેના ખાનગી ફોટા જોયા હતા અને તેના ઉપકરણ પર તેની નકલકરી હતી. લુઈસે તરત જ પોલીસને ફોન કર્યો, જે બાદ મામલો વધું ચગ્યો હતો.

બોયફ્રેન્ડ માટે રાખ્યા હતા ફોટોસ

બોયફ્રેન્ડ માટે રાખ્યા હતા ફોટોસ

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ 13 નવેમ્બરના રોજ લુઈસ પોતાનો ફોન રિપેર કરાવવા માટે મોબાઈલ રિપેરિંગની દુકાને ગઇ હતી. મોબાઇલ મિકેનિકે તેને ફોન ઠીકકરવા માટે 85 ડોલર માંગ્યા, જેના માટે લુઈસ સંમત થઇ હતી.

જ્યારે લુઈસ મોબાઈલ રિકવર કરવા માટે દુકાને પહોંચી, ત્યારે તેણે દુકાનદારને તેના ફોનમાં ખાનગીફોટા જોતા પકડી પાડ્યો હતો. લુઈસે જણાવ્યું કે, તેણે તેની તસવીરો તેના બોયફ્રેન્ડ માટે રાખી હતી.

પોલીસે કાર્યવાહી કરવાનો કર્યો ઇન્કાર

પોલીસે કાર્યવાહી કરવાનો કર્યો ઇન્કાર

દુકાનદારના આ કૃત્ય પર લુઈસ પોલીસ સ્ટેશન પહોંચી અને તેની સામે કાર્યવાહીની માગ કરવા લાગી હતી. રસપ્રદ વાત એ છે કે, પોલીસે કાર્યવાહી કરવાનો ઇન્કારકર્યો હતો.

પોલીસનું કહેવું છે કે, દુકાનદારે તસવીરો જોઈ છે, તેણે તેને ડાઉનલોડ કે શેર કરી નથી. જેથી તેઓ દુકાન માલિક સામે કાર્યવાહી કરી શકતા નથી. લુઈસે 'ધમોબાઈલ ડોક્ટર' નામની આ દુકાનની સામે પણ ભારે હોબાળો મચાવ્યો હતો.

યુવતીને જોઇને છૂપાવ્યો ફોન

યુવતીને જોઇને છૂપાવ્યો ફોન

લુઈસ જોન્સનનો આરોપ છે કે, 'જ્યારે હું સ્ટોર પર ગઇ, ત્યારે દુકાનદાર મારો ફોન પકડીને બેઠો હતો. મને જોયા બાદ તેણે ગભરાટમાં ફોન લોક કરી દીધો અને બાજુમાંરાખી દીધો.

પૂછવામાં આવ્યું કે, શું ફોન ઠીક થઈ ગયો છે, તો તેણે કહ્યું કે, હજૂ એક કલાક લાગશે. મને ખબર હતી કે, તે મારો ફોન હતો જે દુકાનદારે છૂપાવ્યો હતો,જ્યારે મેં મારો ફોન માંગ્યો અને છેલ્લી ખુલ્લી ટેબ્સ ખોલી તો મને ખબર પડી કે, તે મારી જૂની તસવીરો જોઈ રહ્યો હતો. (ફોટો ક્રેડિટ : SWN)

ફોનમાં હતા પ્રાઇવેટ ફોટોસ

ફોનમાં હતા પ્રાઇવેટ ફોટોસ

લુઈસે વધુમાં જણાવ્યું કે, 'ફોનમાં બિકીની અને અન્ડરવેરમાં મારા કેટલાક ખાનગી ફોટા હતા, જ્યારે મેં વિરોધ કર્યો તો દુકાનદારે મારો હાથ ખંજવાળતા ફોન છીનવીલીધો.'

લુઈસના કહેવા પ્રમાણે, જ્યારે તેણે ફોન માંગ્યો ત્યારે દુકાનદારે આરોપ લગાવ્યો કે, મેં રિપેરિંગ માટે પૈસા આપ્યા નથી, જ્યારે મેં ફોનની સાથે પૈસા પણ આપ્યાહતા.

લુઈસનું કહેવું છે કે, કોઈના ફોનનો પર્સનલ ડેટા જોવો એ બિલકુલ ખોટું છે. આ અંગે દુકાનદારે કહ્યું કે, અમે પોલીસની હાજરીમાં આ સમસ્યાનો ઉકેલ લાવી દીધોછે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X