For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 ભારતીયોની મોત અને 13 ઇજાગ્રસ્ત, મક્કા ભાગદોડ બાદની તસવીરો

|
Google Oneindia Gujarati News

મુસલમાનો પવિત્ર સ્થળ મક્કામાં શેતાનને પથ્થર મારવાના સમયે થયેલી ભાગદોડમાં લગભગ 700 જેટલા લોકોની મોત થઇ છે અને 800 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. ત્યારે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ ભારતના લગભગ 14 હજયાત્રીઓ આ દુર્ધટનામાં માર્યા ગયા છે. અને 13 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે.

જો કે સુષ્મા સ્વરાજે તેવી પણ સ્પષ્ટતા આપી છે કે સટિક આંકડાઓની પુષ્ટિ હજી બાકી છે અને તે સાઉદી સરકાર દ્વારા જ જાણાવામાં આવશે. ગુરુવારે ઇદના દિવસે હજ આદા કરી મુજદાફિલા બાદ મીના ઘાટીમાં શેતાનને પથ્થર મારવાના રિવાજમાં અચાનક ભાગદોડ થઇ જેમાં આટલી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા.

ત્યાં હાજર લોકોનો આંખો દેખ્યો હાલ જાણીએ તો તેમનું એ જ કહેવું છે કે જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી ખાલી સફેદ કપડામાં પડેલી લાશો અને લાશોના ઢેર જ દેખાય છે. ત્યારે આ ભાગદોડની કેટલીક હદય દ્વાવક તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

મક્કા ભાગદોડ

મક્કા ભાગદોડ

આ ભાગદોડના કારણ ઇદના આ પવિત્ર તહેવારમાં પણ લોકોના મનમાં માયૂસી છવાઇ ગઇ છે.

રાહત કાર્ય

રાહત કાર્ય

જ્યાં જુઓ ત્યાં સફેદ લાશો જ જોવાય છે ત્યારે ત્યાંની સરકાર દ્વારા રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. પણ તેમ છતાં મૃતકોની સંખ્યા વધી રહી છે.

મક્કાની ભાગદોડ

મક્કાની ભાગદોડ

મક્કાની ભાગદોડના કારણે રસ્તામાં મોટી સંખ્યામાં સફેદ લાશો બિછાયેલી જોવા મળે છે.

મૌતનો આતંક

મૌતનો આતંક

ત્યાં જ બીજી તરફ લોકો આ મૃતદેહમાં પોતાના સગા સંબંધીઓને શોધી રહ્યા છે. અને આક્રંદ કરી રહ્યા છે.

રાહત કાર્ય

રાહત કાર્ય

જો કે સાઉદી સરકાર પણ પોતાની તરફથી રાહત કાર્યના બનતા પ્રયાસો કરી રહી છે. અને યુદ્ધના ધોરણે કાર્યવાહી થઇ રહી છે.

મક્કા

મક્કા

આ છે મુસલમાનોનું પવિત્ર સ્થળ મક્કા. જ્યાં હજના સમયે મોટી સંખ્યામાં વિશ્વભરથી લોકો ઉમટી આવે છે.

લોકોની કતાર

લોકોની કતાર

અહીં લોકો કતાર બધ્ધ રીતે ચાલતા રહે છે. અને પ્રશાસન દ્વારા પણ સુયોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે માટે બનતા પ્રયાસો થાય છે.

અત્યાર સુધીની દુર્ધટનાઓ

અત્યાર સુધીની દુર્ધટનાઓ

જો કે આ પહેલા પણ અનેક વાર શેતાનના પથ્થર ફેંકવાના સ્થળે ભાગદોડ થવાના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જો કે આ વખતનો મૃત્યુ આંકનો આંકડા પણ ધીરે ધીરે વધી રહ્યો છે.

English summary
More than 700 Muslim pilgrims were killed in a stampede in Mina, Saudi Arabia during the annual hajj pilgrimage on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X