For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિલિકોન વેલી રોક સ્ટાર મોદીની કાગડોળે રાહ જોઇ રહી છે

|
Google Oneindia Gujarati News

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સિલિકોન વેલીના આજે કોમ્પ્યૂટર, ડિવાઝઇ અને મોબાઇલ પાછળ પડવાના બદલે કંઇક અલગ જ રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. નોંધનીય છે કે સિલિકોન વેલીમાં મોટા પ્રમાણમાં ભારતીય સમુદાયના લોકો છે. જે આજે તમને રોક સ્ટાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

નોંધનીય છે કે 33 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન કલિફોર્નિયાની મુલાકાતે છે. વળી નરેન્દ્ર મોદીએ હાલમાં જ 15મી ઓગસ્ટના રોજ સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયાનું સુત્ર જાહેર કર્યું હતું. અને તે ડિજિટલ ઇન્ડિયા માટે પણ પ્રયત્ન શીલ છે. તેમના આ નિતીઓના કારણે જ અહીં કામ કરતા ભારતીય મૂળના અનેક લોકો મોદીને એક ઝલક મેળવા ઇચ્છુક છે. એટલું જ નહીં ગૂગલના સીઇઓ સુંદર પીચાઇ પણ આ વાતનો ઉલ્લેખ તેમના વીડિયોમાં પણ કર્યો હતો.

ત્યારે સિલિકોન વેલીમાં મોદીનો આખો કાર્યક્રમ શું છે. તથા ગૂગલ, ફેસબુક અને એપલ જેવી કંપનીના સીઇઓ અને વડાપ્રધાન વચ્ચે કેવા કેવા મુદ્દા પર ચર્ચા થઇ શકે છે અને કોણ છે જે મોદીની આ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે તે વિષય પર વાંચો આ વિસ્તૃત અહેવાલ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મોદીની કાગડોળે રાહ

મોદીની કાગડોળે રાહ

રવિવારે મોદી કેલિફોર્નિયામાં એક જાહેર સભાને સંબોધવાના છે. સેન જોશની આ ઇવેન્ટ માટે 18000 સીટ માટે 45,000 લોકોએ ટીકિટ માટે અરજી કરી હતી.

મોદીની કાગડોળે રાહ

મોદીની કાગડોળે રાહ

ત્યારે જે લોકોને આ ટિકીટો મળી છે તે લોકો રોકસ્ટાર મોદી સાંભળવા માટે બેકરાર છે. ત્યારે અહીં પણ ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર વાળું થાય તો નવાઇ નહીં!

કેમ છે આટલો ઉત્સાહ

કેમ છે આટલો ઉત્સાહ

જો કે સિલિકોન વેલીની મલ્ટીમિલેનિયર કંપનીઓ મોદીનું આટલું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે તે પાછળ પણ કેટલાક કારણો જવાબદાર છે. આ કંપનીઓ તેમના ભારતીય મૂળના કામદારોને ખુશ કરવા માટે આ બધુ નથી કરી રહી. તેમનું આ કરવા પાછળનો મોટો ઉદ્દેશ છે ભારત જેવી મોટી બજાર.

મોદીનો વિરોધ

મોદીનો વિરોધ

જો કે તેવું નથી કે બધા મોદીની આ યાત્રાથી ખુશ છે. 100 જેટલા લોકોએ મોદીને લખાયેલા એક ઓપન લેટર પર હસ્તાક્ષર કરીને તેની આ યાત્રાનો વિરોધ પણ કર્યો છે.

મોદીનો વિરોધ

મોદીનો વિરોધ

તેમનું કહેવું છે કે મોદી દેખાડો કરે છે અને ભારતમાં જેટલો દેખડવામાં આવે છે તેટલો પણ વિકાસ નથી થયો. વળી પટેલો પણ તેમની આ યાત્રા દરમિયાન વિરોધ કરી શકે છે.

એપલ, ફેસબુક અને ગૂગલની ઇચ્છા

એપલ, ફેસબુક અને ગૂગલની ઇચ્છા

જો કે મોદીની આ મુલાકાતથી એપલ, ફેસબુક અને ગુગલ જેવી મોટી કંપનીઓને ભારે આશ છે. ફેસબુકના સીઇઓ ઝકરબર્ઝ ભારતમાં શિક્ષણ અને ઇગવર્નસ સરકારનો સાથ આપવા માગે છે.

શું ઇચ્છે છે કંપનીઓ

શું ઇચ્છે છે કંપનીઓ

તો બીજી તરફ એપલ પણ ભારતમાં મેન્યુફેક્ચિંગ યુનિટ લગાવા માંગે છે. તો ગુગલના સુંદર પિચાઇએ પણ તેમના મેપિંગ ડિવાઇઝ માટે મોદીની લીલી ઝંડી જોઇએ છે. ત્યારે મોદીનો આ પ્રવાસ ખાસ રહેશે તે વાત તો પાક્કી છે.

English summary
Silicon Valley to give PM Narendra Modi rock star treatment. Read all the details about this trip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X