For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે થશે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે જી-7 સમિટ ઉપરાંત મુલાકાત થશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે જી-7 સમિટ ઉપરાંત મુલાકાત થશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે જ ફ્રાંસ પહોંચ્યા છે ત્યાં બહેરીનની યાત્રા બાદ અહીં પહોંચ્યા છે. પીએમ પર્યાવરણ, જળવાયુ, સમુદ્ર, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા મહત્વના મુદ્દાઓ પર જી-7 સમિટમાં પોતાની વાત મૂકશે. ફ્રાંસ પહોંચવા પર પીએમ મોદીએ સૌથી પહેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન સાથે મુલાકાત કરી કે જે હાલમાં બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા છે.

trump-modi

તમને જણાવી દઈએ કે ટ્રમ્પે પહેલા જ જમ્મુ કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તક્ષેપ ન કરવાની રજૂઆત કરી હતી. અમેરિકી અધિકારી તરફથી કહેવામાં આવ્યુ હતુ કે અમે ઈચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સારા થાય. કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવી ભારતનો આંતરિક નિર્ણય છે પરંતુ આના ક્ષેત્રીય પ્રભાવ છે. એવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ જાણવા ઈચ્છે છે કે છેવટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઈ રીતે ક્ષેત્રીય તણાવ ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છે.

અમેરિકી અધિકારી તરફથી કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ આ મુલાકાત દરમિયાન એ વાત પર જોર આપશે કે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વાતચીત થશે અને ભારત કાશ્મીરમાં લોકોને આવવા જવાની આઝાદી અને સંચારના સાધનો ચાલુ કરશે અને અહીં મૂકવામાં આવેલા પ્રતિબંધો હટાવશે. સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એના પર જોર આપ્યુ છે કે પાકિસ્તાન સીમા પાર થતી ઘૂસણખોરીને રોકે, પૂર્વમાં ભારત પર થયેલા આતંકી હુમલાઓ પાછળ જે આતંકી છે તેમને પોતાની જમીન પર શરણ નહિ આપે અને તેને ખતમ કરવાની દિશામાં કામ કરશે.

આ પણ વાંચોઃ આ રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટઆ પણ વાંચોઃ આ રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ

English summary
PM Modi and US President Donald Trump to meet on the sideline of G-7 summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X