For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋષિ સુનક બન્યા બ્રિટનના નવા પ્રધાનમંત્રી, PM મોદીએ આપી શુભકામનાઓ

બ્રિટનમાં લિઝ ટ્રસના રાજીનામાં બાદ થોડા સમયથી ચાલી રહેલુ રાજકીય ઘમાસાન હવે સમાપ્ત થઇ ગયુ છે. આ સાથે હવે બ્રિટનને નવા પ્રધાનમંત્રી પણ મળી ગયા છે. બ્રિટનને નવા પ્રધાનમંત્રી મળ્યા છે પરંતુ આપણે ભારતીઓ માટે ગર્વની વાત છે. મુ

|
Google Oneindia Gujarati News

બ્રિટનમાં લિઝ ટ્રસના રાજીનામાં બાદ થોડા સમયથી ચાલી રહેલુ રાજકીય ઘમાસાન હવે સમાપ્ત થઇ ગયુ છે. આ સાથે હવે બ્રિટનને નવા પ્રધાનમંત્રી પણ મળી ગયા છે. બ્રિટનને નવા પ્રધાનમંત્રી મળ્યા છે પરંતુ આપણે ભારતીઓ માટે ગર્વની વાત છે. મુળ ભારતીય ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ઋષિ સુનકને શુભકામનાઓ આપી હતી.

Rishi Sunak

બ્રિટનના વડાપ્રધાન બનેલા ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. તેઓ યુકેના પીએમ બનનાર ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ પીએમ છે. PM બનવા બદલ તેમને અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "હાર્દિક અભિનંદન @RishiSunak! ભારત વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને UK PM તરીકે કાર્યભાર સંભાળવા માટે રોડમેપ 2030 લાગુ કરવા માટે ઉત્સુક છે. UKમાં ભારતીયોને દિવાળીની શુભકામનાઓ."

બ્રિટનમાં 20 ઓક્ટોબરે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન પદેથી રાજીનામું આપનાર લિઝ ટ્રસે સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને યુકેના આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટ્રસે ટ્વીટ કર્યું: "ઋષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને અમારા આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન. તમને મારું સંપૂર્ણ સમર્થન છે." તમને જણાવી દઈએ કે કેબિનેટમાં વિરોધ બાદ ટ્રસને રાજીનામું આપવું પડ્યું હતું. તેની ભારે ટીકા પણ થઈ હતી. લિઝ ટ્રસને આર્થિક નીતિઓના કારણે પદ છોડવાની ફરજ પડી હતી. જે બાદ ટ્રસ સૌથી ઓછા સમય માટે બ્રિટનના વડાપ્રધાન બન્યા.

ઉલ્લેખનિય છેકે સુનકનો જન્મ સાઉધમ્પ્ટનમાં ભારતીય મૂળના દંપતીના ઘરે થયો હતો જેઓ પૂર્વ આફ્રિકાથી બ્રિટનમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમણે ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. સુનક ઈન્ફોસિસની સ્થાપના કરનાર અબજોપતિ ઉદ્યોગપતિ એનઆર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિના પતિ છે.

English summary
PM Modi congratulated Rishi Sunak on becoming the Prime Minister of Britain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X