For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Modi in France: ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં સાથે પીએમ મોદીની વાતચીત, દેખાઈ ખાસ દોસ્તી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ યુરોપીય દેશોની પોતાની યાત્રાના ત્રીજા અને અંતિમ તબક્કામાં ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

પેરિસઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ યુરોપીય દેશોની પોતાની યાત્રાના ત્રીજા અને અંતિમ તબક્કામાં ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે મુલાકાત કરી. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ મેક્રોંને ફ્રાંસના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરથી ચૂંટાવા પર અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ એક ટ્વિટમાં કહ્યુ, 'પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં પેરિસમાં મળ્યા. આ મુલાકાત ભારત-ફ્રાંસની દોસ્તીને ગતિ આપશે.'

modi

વળી, વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં કહ્યુ, 'બે દોસ્તો વચ્ચે એક મહત્વની બેઠક. ફ્રાંસ રાષ્ટ્રપતિના નવા જનાદેશને ભારત-ફ્રાંસ રણનીતિક ભાગીદારી માટે એક નવી ગતિમાં બદલવાનો મોકો.' ફ્રાંસ રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ એલિસી પેલેસમાં પીએમ મોદીનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ. મેક્રોં અને મોદી પરસ્પર ગળે મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિએ પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિનના અધિકૃત આવાસ એલિસી પેલેસમાં વાતચીત થઈ. બંને દેશના નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના અંતિમ તબક્કામાં બુધવારે ફ્રાંસ પહોંચ્યા અને પેરિસમાં ભારતીય પ્રવાસીઓએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ. જે હોટલમાં પીએમ મોદી પેરિસ પહોંચ્યા બાદ ગયા હતા તેની બહાર ભારતીય સમુદાયના લોકો હાજર હતા. બાળકો પણ મોટી સંખ્યામાં હાજર હતા અને તેમાંથી ઘણાએ પ્રધાનમંત્રી પાસે ઑટોગ્રાફ માંગ્યા. પેરિસ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે ફ્રાંસ ભારતના સૌથી મજબૂત ભાગીદારોમાંનુ એક છે.

તમને જણાવી દઈએ કે એપ્રિલલમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા બાદ મેક્રોં સાથે બેઠક કરનાર મોદી વિશ્વના પહેલા નેતા છે. મોદી અને મેક્રો વચ્ચે મુલાકાતને ઘણી રીતે ખાસ માનવામાં આવી રહી છે. આ પહેલા પીએમ મોદી ડેનમાર્કની રાજધાની કોપેનહેગન એરપોર્ટથી ફ્રાંસ માટે રવાના થયા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે પીએમ મોદીએ કોપેનહેગનમાં બુધવારે બીજા ભારત-નૉર્ડિંક શિખર સંમેલનમાં ભાગ લીધો જેમાં મહામારી બાદ આર્થિક સુધાર, જળવાયુ પરિવર્તન, સતત વિકાસ, નવાચાર, ડિજિટલીકરણ, હરિત અને સ્વચ્છ વિકાસમાં બહુપક્ષીય સહયોગ પર ચર્ચા થઈ.

English summary
PM Narendra Modi in Paris France on the third and final leg of his visit to three European nations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X