For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉશિંગ્ટનમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા પીએમ મોદી, આપ્યુ ભારત આવવાનુ આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વૉશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વૉશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરી. આ દરમિયાન બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ જ્યાં હેરિસે કહ્યુ કે ભારત અમેરિકાનુ એક ખૂબ મહત્વપૂર્ણ ભાગીદાર છે. વળી, બીજી તરફ કોરોનાની બીજી લહેર દરમિયાન અમેરિકાએ ભારતની જે મદદ કરી, પીએમ મોદીએ તેના માટે બાઈડેન સરકારનો આભાર માન્યો. સાથે જ કમલા હેરિસને ભારત આવવાનુ આમંત્રણ આપ્યુ.

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે હું મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભારી છુ. થોડા મહિના પહેલા ટેલીફોનથી કમલા હેરિસ સાથે વિસ્તારથી વાત કરવાનો મોકો મળ્યો હતો. તે સમય હતો જ્યારે ભારત કોવિડની બીજી લહેરથી પીડિત હતો. એ વખતે તમે જે રીતે આત્મીયતાથી ભારતની ચિંતા કરી, જે મદદ માટે પગલાં લીધા, તેના માટે હું એક વાર ફરીથી તમારો આભાર વ્યક્ત કરુ છુ.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ડેમોક્રેસી તરીકે ભારત અને અમેરિકા નેચરલ પાર્ટનર છે. આપણા મૂલ્યોમાં સમાનતા છે. આપણા તાલમેલ અને સહયોગ પણ નિરંતર વધી રહ્યા છે. તેમણે આગળ કહ્યુ કે ભારત અને અમેરિકાના લોકો વચ્ચે જીવંત અને મજબૂત સંબંધ આપણા બંને દેશો વચ્ચે એક સેતુ છે, તેમનુ યોગદાન પ્રશંસનીય છે.

વળી, કમલા હેરિસે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારુ વૉશિંગ્ટન ડીસીમાં સ્વાગત કરવુ મારા માટે બહુ મોટા ગર્વની વાત છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આપણે બંને દેશો એકબીજા સાથે ઉભા થયા છે ત્યારે બંને દેશોએ ખુદને સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ સમજ્યા છે. ભારત વેક્સીનેશન માટે બીજા દેશો માટે મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યુ છે. ભારત જલ્દી વેક્સીનની નિકાસ શરૂઆત ફરીથી કરવાનુ છે, હું તેનુ સ્વાગત કરુ છુ. ભારતમાં રોજ એક કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે જે ખૂબ જ પ્રભાવશાળી પગલુ છે.

English summary
PM Modi met with US Vice President Kamala Harris in Washington
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X