For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડાના ગ્રેટર ટોરેન્ટોમાં લાગ્યા પીએમ મોદીના હોર્ડિંગ્ઝ, જાણો શું છે કારણ

કેનેડાના ગ્રેટર ટોરેન્ટોના રસ્તાઓ પર આજે પ્રધાનમંત્રીના હોર્ડિંગ લાગેલા જોવા મળ્યા. જાણો શું છે કારણ.

|
Google Oneindia Gujarati News

ઓટાવાઃ કેનેડાના ગ્રેટર ટોરેન્ટોના રસ્તાઓ પર આજે પ્રધાનમંત્રીના હોર્ડિંગ લાગેલા જોવા મળ્યા. આ સમાચારે પહેલી વારમાં અમને પણ ચોંકાવી દીધા કે છેવટે કેનેડામાં પીએમ મોદીના હોર્ડિંગ કેમ લગાવવામાં આવ્યા. છેવટે આખા સમાચાર સામે આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થયુ. વાસ્તવમાં ભારતે કેનેડાને કોરોના વાયરસની વેક્સીનનો પુરવઠો પૂરો પાડ્યો છે જેના માટે કેનેડાના લોકોએ પીએમ મોદી અને ભારતનો આભાર માન્યો છે. ગ્રેટર ટોરેન્ટોના રસ્તા પાસે જે હોર્ડિંગ દેખાઈ રહ્યા છે તેમાં લખ્યુ છે કે કેનેડાને કોરોનાની વેક્સીન આપવા માટે ભારત અને નરેન્દ્ર મોદીનો આભાર.

pm modi

ભારત અને કેનેડાની દોસ્તી આ જ રીતે ચાલતી રહે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલ કેનેડાને ભારતે 5 લાખ વેક્સીન પૂરી પાડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો સાથે વાત કરી હતી અને તેમને કોરોના સામે લડવા માટે દરેક સંભવ મદદ આપવાનો ભરોસો આપ્યો હતો. આ વાત માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરીને જસ્ટીન ટ્રુડોએ કહ્યુ હતુ કે જો દુનિયા કોવિડ-19 સામે જીતવામાં સફળ રહી તો તેમાં ભારતની જબરદસ્ત દવા ક્ષમતા અને પ્રધાનમંત્રાી મોદીની દુનિયા સાથે આ ક્ષમતાને શેર કરવાનુ મહત્વપૂર્ણ યોગદાન હશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલ ઘણા દેશોને ભારત અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનના લાખો ડોઝ સપ્લાઈ કરી ચૂક્યુ છે. ભારતે બાંગ્લાદેશ અને આફ્રિકી દેશોમાં પણ કોરોનાની વેક્સીન પૂરી પાડી છે. ભારત પાકિસ્તાનને પણ હવે કોરોના વાયરસની વેક્સીન પૂરી પાડશે. કોરોના વાયરસથી લડવામાં ભારતે જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તેની તમામ દેશોમાં પ્રશંસા થઈ રહી છે.

રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ આપી મહાશિવરાત્રિની શુભકામનારાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ આપી મહાશિવરાત્રિની શુભકામના

English summary
PM Modi's hoardings in Greater Toronto, Canada for providing covid-19 vaccines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X