For Quick Alerts
For Daily Alerts
BIMSTEC: પીએમ મોદીના મહત્વના નિર્ણય પર ચીનની નજર, જાણો હકીકત
'બિમ્સટેક' નો અર્થ 'ધ બે ઓફ બંગાલ ઈનિશિએટીવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો ઓપરેશન'. 'બિમ્સટેક' માં ભારત ઉપરાંત બંગાળની ખાડી આસપાસના દેશ બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ પણ શામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી ચોથા 'બિમ્સટેક' શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કાઠમંડુ પહોંચી ગયા છે. 'બિમ્સટેક' સંગઠનનું ભારતની વિદેશ નીતિને જોતા ઘણુ વિશેષ મહત્વ છે. આ ભારત સરકારની નેબર ફર્સ્ટ અને એક્ટ-ઈસ્ટ પોલિસીને જોતા ખૂબ જ મહત્વનું છે.
'બિમ્સટેક' માં આ વખતે આ મુદ્દાઓ પર રહેશે ફોકસ
- 'બિમ્સટેક' ના સાત સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓ બે દિવસીય (30 અને 31 ઓગસ્ટ) સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આનું આયોજન નેપાળમાં કરવામાં આવી રહ્યુ છે.
- 'બિમ્સટેક' ના સભ્ય રાષ્ટ્રો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ભૂટાન, થાઈલેન્ડ અને નેપાળ વચ્ચે આર્થિક અને રણનીતિક સંબંધો ઝડપથી વધી રહ્યા છે. આ વખતે સુરક્ષા, કાઉન્ટર ટેરરિઝમ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન્સ, પર્યાવરણ, ઈમરજન્સી મેનેજમેન્ટ, આર્થિક સહયોગ વધારવા જેવા મુદ્દાઓ પર 'બિમ્સટેક' દેશોના પ્રતિનિધિ ચર્ચા કરશે. આ બધા મુદ્દાઓમાં સૌથી મહત્વનો મુદ્દો માનવામાં આવી રહ્યો છે ટ્રાન્સપોર્ટ. દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે ઈન્ટીગ્રેશન આ વખતે મોટો મુદ્દો છે. આનાથી બધા દેશોને આર્થિક પ્રગતિ કરવામાં ઘણી મદદ મળશે.
- 'બિમ્સટેક' અંગે કાઠમંડુમાં હાલમાં આ જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું ભારત નેપાળી ટ્રકો અને ટ્રેનોને પોતાની જમીન પર ચાલવાની મંજૂરી આપીને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી કનેક્ટીવિટીને મંજૂરી આપશે? જો આમ થયુ તો 'બિમ્સટેક' ના ઈતિહાસમાં આ સૌથી મોટુ પગલુ હશે. જો આમ થયુ તો ચીનની સામે પણ ભારત મોટો પડકાર ઉભો કરશે. આ જ કારણ છે કે 'બિમ્સટેક' પર ચીનની નજર ટીકેલી છે.
- પીએમ નરેન્દ્ર મોદી 'બિમ્સટેક' સંમેલનમાં બધા દેશોના પ્રતિનિધિઓ સાથે અલગથી પણ બેઠક કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકોમાં ટ્રાન્સપોર્ટ અને કાઉન્ટર ટેરરિઝમ પર સૌથી વધુ ફોકસ રહેશે.
- પીએમ નરેન્દ્ર મોદી નેપાળના પ્રધાનમંત્રી કે પી ઓલી સાથે કાઠમંડુ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં નેપાળ-ભારત મૈત્રી ધર્મશાળાનું ઉદઘાટન પણ કરશે.
આ પણ વાંચોઃ પીએમ મોદી બિમ્સટેક સમિટમાં ભાગ લેવા માટે નેપાળ રવાના
'બિમ્સટેક' વિશે કેટલીક હકીકતો
- 'બિમ્સટેક' માં શામેલ ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડમાં દુનિયાની 22 ટકા વસ્તી છે. 'બિમ્સટેક' દેશોની અર્થવ્યવસ્થા 2.8 ખરબ ડોલર છે. આનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે આ બધા દેશોનો વારસો ભેગો છે અને આ બધાની મહત્વાકાંક્ષા ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ કરવાની છે.
- 'બિમ્સટેક' ની સ્થાપના 1997 માં બેંગકોકમાં થઈ હતી. આમાં પાંચ દેશ - બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ અને શ્રીલંકા દક્ષિણ એશિયા છે જ્યારે મ્યાનમાર અને થાઈલેન્ડ દક્ષિણ-પૂર્વ એશિયાથી છે. સ્થાપના બાદ ઘણા સમય સુધી 'બિમ્સટેક' નું અસ્તિત્વ મહત્વહીન રહ્યુ પરંતુ 2014 બાદ 'બિમ્સટેક' એ ગતિ પકડી. આ ક્ષેત્રીય સહયોગ સંગઠનને મજબૂત બનાવવામાં ભારતે ઘણો રસ દર્શાવ્યો. જેનું પરિણામ દેખાઈ રહ્યુ છે.
- આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો 'બિમ્સટેક' ભારત માટે મહત્વનું છે. જો ઘણા લોકો એ પણ સવાલ કરે છે કે જ્યારે સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કો ઓપરેશન (SAARC) જેવુ ક્ષેત્રીય સંગઠન પહેલેથી હાજર છે તો 'બિમ્સટેક' ની શું જરૂર છે?
- સાર્કમાં પાકિસ્તાનની હાજરી ક્ષેત્રીય સહયોગના કાર્યોમાં અવરોધ ઉભા કરી રહી છે. સાર્કમાં અફઘાનિસ્તાન, ભૂટાન, બાંગ્લાદેશ, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા શામેલ છે. વળી, 'બિમ્સટેક' માં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ભૂટાન, થાઈલેન્ડ અને નેપાળ શામેલ છે.
- આનો અર્થ એ તે 'બિમ્સટેક' માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદીવ નથી. આમાં મ્યાનમાર અને થાઈલેન્ડ શામેલ છે કે જે સાર્કમાં નથી. આર્થિક દ્રષ્ટિકોણથી મ્યાનમાર અને થાઈલેન્ડ બંને ભારત માટે પાકિસ્તાન અને માલદીવથી વધુ મહત્વ ધરાવે છે. બીજી એક મુસીબત એ ચાલતી આવતી હતી કે સાર્કમાં બધા નિર્ણય એકબીજાની સંમતિથી લેવાના હોય છે પરંતુ પાકિસ્તાન તરફથી ઘણી વાર અડીંગો લગાવી દેવામાં આવે છે. જેના કારણે ક્ષેત્રીય સહયોગના કાર્યો લટકી પડતા હતા. 2016 માં ઈસ્લામાબાદમાં સાર્ક સંમેલન થવાનું હતુ પરંતુ ભારતે તેમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો.
- સાર્કમાં નેપાળ અને પાકિસ્તાન બંનેએ ચીનની એન્ટ્રી કરાવવા માટે પણ બેકિંગ કરી હતી. પરંતુ ભારતને આ પ્રસ્તાવ પસંદ પડ્યો નહિ. આ જ કારણે પીએમ નરેન્દ્ર મોદીએ 'બિમ્સટેક' પર દાવ ખેલ્યો છે. આનાથી ભારતની પકડ દક્ષિણ એશિયા પર તો જળવાઈ રહેશે પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયા એટલે કે ચીનના પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રના પણ બે દેશો શામેલ કરી લેવામાં આવ્યા છે. ભારત દક્ષિણ એશિયામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માંગે છે જ્યારે ચીનની કોશિશ છે કે તે કોઈ પ્રકારે દક્ષિણ એશિયામાં ધાક જમાવે.
આ પણ વાંચોઃ મહાગઠબંધનને આંકડાની માયાજાળમાં ફસાવી રાખવા માંગે છે ભાજપ?