For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ

એએનઆઈના સૂત્રોના હવાલાથી માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બિશ્કેકમાં વિશ્રામ ગૃહમાં થોડી વાતચીત થઈ છે.

|
Google Oneindia Gujarati News

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ચાલી રહેલ SCO સમિટ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને વારંવાર નજરઅંદાજ કર્યા. પુલવામા હુમલા બાદથી પાકિસ્તાન વિષે પોતાના કડક વલણે દુનિયા સામે રાખનાર ભારતે અહીં પણ પોતાનુ કડક વલણ બતાવ્યુ.

pm modi-imran khan

આતંકવાદ પર કડક વલણ બતાવીને ભારતે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરી નહિ. બિશ્કેકમાં ચાલી રહેલ SCO સમિટમાં પણ સતત એકબીજાની આસપાસ બેસવા અને એક જ રૂમમાં હાજર હોવા છતાં બંને નેતાઓએ હાથ સુદ્ધા મિલાવ્યા નહિ અને ના કોઈ વાતચીત કરી. એએનઆઈના સૂત્રોના હવાલાથી માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બિશ્કેકમાં વિશ્રામ ગૃહમાં થોડી વાતચીત થઈ છે. આ કોઈ અધિકૃત વાતચીત નહોતી. બસ એકબીજાનું અભિવાદન કર્યુ.

તમને જણાવી દઈએ કે બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન પીએમ મોદી અને ઈમરાન ખાન 7 વાર એકબીજા સામે આવ્યુ પરંતુ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહિ. ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી પાકિસ્તાન તરફથી આતંકવાદી ગતિવિધિઓ રોકવા પર પહેલ કરવામાં નહિ આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહિ કરે.

આ પણ વાંચોઃ આજે પણ એમ્સ સહિત દિલ્હીના 18 હોસ્પિટલમાં હડતાળ, 10 હજારથી વધુ ડૉક્ટર્સ સામેલ થશેઆ પણ વાંચોઃ આજે પણ એમ્સ સહિત દિલ્હીના 18 હોસ્પિટલમાં હડતાળ, 10 હજારથી વધુ ડૉક્ટર્સ સામેલ થશે

English summary
pm narendra modi exchanged usual pleasantries with imran khan in sco summit said sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X