For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ ફિઝીને કરી 70 મિલિયન ડોલરની મદદ, આપી વિઝા ઑન અરાઇવલની ભેટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સૂવા, 19 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દસ દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ઓસ્ટ્રેલિયાથી ફિજી પહોંચ્યા જ્યાં તેમણે સંસદને સંબોધિત કરી. આ સંબોધન સાથે જ નરેન્દ્ર મોદી દુનિયા પ્રથમ એ વા આંતરરાષ્ટ્રીય નેતા બની ગયા જેમને ફિજીની સંસદને સંબોધિત કરી. પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ ફિજીને ભારત દ્વારા 70 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી.

વડાપ્રધાને ફિજીના ગામના વિકાસ માટે 50 લાખ ડોલરની જાહેરાત કરી. તેમણે ફિજીના નાગરિકો માટે વિઝા ઑન અરાઇવલની પણ જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે ભારત અને ફિજી વચ્ચે આગાગમનને સરળ બનાવવું જોઇએ. ફિજીના લોકોને 'આવતાંની સાથે જ વિઝા' એટલે કે વિઝા ઑન અરાઇવલની સુવિધા મળશે.

વડાપ્રધાને ફિજીને વિજળીની ભેટ પણ આપી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ફિજીમાં પાવર પ્લાન્ટ લગાવવા માટે 7 કરોડ યૂએસ ડોલરની મદદ આપશે. વડાપ્રધાને કહ્યું કે ભારત માટે ફિજીનું હંમેશા વિશેષ સ્થાન રહેશે. નરેન્દ્ર મોદીએ ફિજી સમકક્ષ બૈનીમરામાની સાથે દ્રિપક્ષીય વાતચીત કરી, ત્યારબાદ બંને દેશો વચ્ચે ત્રણ મુદ્દાઓ પર કરાર કરવામાં આવ્યા.

સંસદને સંબોધિત કરતાં મોદીએ કહ્યું 'હું ફિજીને સફળ ચૂંટણી માટે શુભેચ્છા પાઠવું છું. ફિજી અને ભારત વચ્ચે એક સમાનતા એ છે કે બંને દેશોના સંસદમાં મહિલા સ્પિકર છે. લોકતંત્ર ફિજી અને ભારતને જોડે છે. ફિજીનો વિકાસને જોડે છે. ફિજીનો વિકાસ એક મહાન વિઝન સાથે એક નાના દેશને આગળ વધારવા માટેનું સોનેરી ઉદાહરણ છે. ફિજી જલવાયુ પરિવર્તનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇતિહાસમાં પણ ભારત અને ફિજીનું કનેક્શન છે અને આ કારણે જ અહીં મોટી સંખ્યામાં ભારતીય રહે છે. આપણે બંને દેશો વચ્ચે વેપારી અને રોકાણ સાથે જ આવાગમનને પણ સરળ બનાવવું જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે 'અમે ડિજીટલ ફિજી માટે સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ. અમે ફિજીની સાથે સૌર અને વાયુ ઉર્જાના ક્ષેત્રમાં કામ કરવાની દિશામાં આગળ વધવા માંગીએ છીએ.' લગભગ 8,49,000 લોકોની વસ્તીવાળા દેશ ફિજીમાં લગભગ 37 ટકા લોકો ભારતીય મૂળના છે.

આ પહેલાં ફિજીના અલ્બર્ટ પાર્કમાં પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા. નરેન્દ્ર મોદી પણ ગર્મજોશી સાથે સામાન્ય લોકોને મળ્યા. આ દરમિયાન નરેન્દ્ર મોદીની સાથે ફોટો પડાવવા માટે લાઇન લાગતી રહી. આ ભવ્ય સ્વાગત માટે નરેન્દ્ર મોદીએ બધાનો આભાર વ્યક્ત કર્યો. પોતાના ફિજી પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી સ્કુલના બાળકોને પણ મળ્યા.

નરેન્દ્ર મોદીની આ યાત્રાની ખાસ વાત એ છે કે 33 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન ફિજી પહોંચ્યો છે. વર્ષ 1981માં ઇંદિરા ગાંધી ફિજી ગઇ હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી પહેલાં ભારતીય વડાપ્રધાન છે, જે આ દેશની યાત્રા પર આવ્યા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે પરંપરાની શરૂઆત થઇ છે તે હવે ચાલુ રહેશે. હવે 33 વર્ષોનો ગાળો રહેશે નહી. નરેન્દ્ર મોદીની ફિજી યાત્રા ઘણા પ્રકારે યાદગાર બની ગઇ.

English summary
PM Modi also announces a grant of $5 million "to strengthen and modernise Fiji's village, small and medium industries". Further, he says that India will extend a line of credit worth $70 million for Fiji.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X