For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ukraine Crisis: યુક્રેનની 'આગ'માં 'પાણી' નાખી શકશે મોદી? આજે કરશે પુતિન અને ઝેલેંન્સ્કી સાથે વાતચીત

પીએમ મોદી એક વાર ફરીથી રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે ટેલીફોન પર વાત કરશે.

|
Google Oneindia Gujarati News

કીવ/મૉસ્કો/નવી દિલ્લીઃ યુક્રેન યુદ્ધ 12માં દિવસમાં પ્રવેશી ચૂક્યુ છે અને હજુ પણ યુક્રેનના ઘણા શહેરોમાં ભારે લડાઈ ચાલુ છે. રશિયાની સેના સતત યુક્રેનના શહેરો પર કાબુ કરવાની કોશિશ કરી રહી છે જ્યારે યુક્રેની જડબાતોડ જવાબ આપવામાં લાગેલા છે. આ બધા વચ્ચે દુનિયાભરના ઘણા નેતા સતત વાતચીત દ્વારા યુક્રેન યુદ્ધની આગને ઠંડી કરવાની કોશિશ કરી રહ્યા છે અને પીએમ મોદી એક વાર ફરીથી રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે ટેલીફોન પર વાત કરશે.

યુક્રેન યુદ્ધનો 12મો દિવસ

યુક્રેન યુદ્ધનો 12મો દિવસ

ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેંન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી શકે છે કારણકે યુક્રેન સંઘર્ષ 12માં દિવસમાં પ્રવેશી ચૂક્યુ છે. પીએમ મોદીએ બંને નેતાઓ સાથે પહેલા પણ વાત કરી છે અને 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પીએમ મોદીએ શાંતિની અપીલ કરી હતી. જો કે, યુનાઈટેડ નેશન્સમાં ભારત મધ્યમ રસ્તો અપનાવીને યુક્રેન કે રશિયા કોઈનુ સમર્થન કરી રહ્યા નથી. 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યુ હતુ અને ત્યારબાદ ભારત તરફથી ઘણી વાર યુદ્ધવિરામની અપીલ કરવામાં આવી છે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારત સરકાર સતત બંને દેશોની સરકાર સાથે સંપર્કમાં છે.

બે વાર વાતચીત કરી ચૂક્યા છે પીએમ મોદી

બે વાર વાતચીત કરી ચૂક્યા છે પીએમ મોદી

25 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને યુક્રેનમાં ચાલી રહેલ હિંસાને તત્કાલ બંધ કરવાનો આગ્રહ કર્યો હતો. વળી, પીએમ મોદીએ બીજુ આહ્વાન 2 માર્ચે કર્યુ હતુ જ્યારે પીએમ મોદીએ પુતિન સાથે ભારતીયોની સુરક્ષિત નિકાસી પર ચર્ચા કરી હતી. વળી, 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયા બાદ 26 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ પહેલી વાર યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કી સાથે વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં વોટિંગને લઈને રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ પીએમ મોદી સાથે વાત કરી હતી અને ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી.

ભારતીયો માટે ઑપરેશન ગંગા

ભારતીયો માટે ઑપરેશન ગંગા

કેન્દ્ર સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ઑપરેશન ગંગાનુ સંચાલન કરી રહી છે. ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે એક સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવા માટે ભારત પહેલા જ યુક્રેન સાથે સંપર્ક કરી ચૂક્યો છે. વિદેશ મંત્રાલયે પણ યુદ્ધ વિરામનો આગ્રહ કર્યો છે જેને રશિયાએ પસંદગીપૂર્વક લાગુ કર્યુ છે. રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતનુ વલણ મહત્વપૂર્ણ છ કારણકે તેણે યુક્રેનના નાગરિકોના સુરક્ષા અને શાંતિ માટે ચિંતા વ્યક્ત કરી છે અને યુક્રેનને માનવીય સહાય મોકલી છે પરંતુ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવોથી અંતર જાળવ્યુ છે.

ઝેલેંન્સ્કીએ માંગ્યુ હતુ સમર્થન

ઝેલેંન્સ્કીએ માંગ્યુ હતુ સમર્થન

યુક્રેનના યુદ્ધમાં ફસાયા બાદ રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી અને પીએમ મોદીને શાંતિના પ્રયાસોની દિશામાં કોઈ પણ રીતે યોગદાન કરવાની ભારતની ઈચ્છાને લઈને યુક્રેની રાષ્ટ્રપતિને અવગત કરાવ્યા હતા. ભારતે હિંસાને લઈને પોતાની પીડા પણ વ્યક્ત કરી હતી અને અત્યાર સુધી ભારત સરકાર તરફથી ઘણી વાર હિંસાની તત્કાલ સમાપ્તિનુ આહ્વાન કરવામાં આવી ચૂક્યુ છે. પુતિન સાથે વાતચીત દરમિયાન પણ પીએમ મોદીએ તત્કાલ હિંસા રોકવાની માંગ કરી હતી પરંતુ રશિયાએ હજુ સુધી યુક્રેન પર હુમલો રોક્યો નથી. જ્યારે યુદ્ધ ચાલુ થયા બાદથી પીએમ મોદીએ નિકાસી અભિયાનની પ્રગતિ અને રશિયા-યુક્રેન સંકટની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે.

English summary
PM Narendra Modi will talk to Russian President Vladimir Putin and Ukraine's President Zelensky today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X