
ભારતના દબાણ બાદ ઝૂક્યું એન્ટીગુઆ, મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ થશે
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને જલદી જ ભારત પરત લાવવામાં આવશે. તે અત્યાર સુધી એન્ટીગુઆમાં રહી રહ્યો હતો, પરંતુ ત્યાંના પીએમ ગૈસ્ટન બ્રાઉને નિવેદન આપ્યું છે કે તે જલદી જ મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ કરી દેશે. તેમના મુજબ ભારત તરફથી સતત આ મામલે દબાણ વધારવામાં આવી રહ્યું હતું. આની સાથે જ મેહુલ ચોક્સીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ જશે. પીએનબી કૌભાંડ અંતર્ગત નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લાગ્યો હતો. આ મામલો 2018માં સામે આવ્યો હતો, ત્યારથી જ વિપક્ષ આ મુદ્દે મોદી સરકારને ઘેરી રહ્યું હતું.

ભારત હજુ રાહ જોઈ રહ્યું છે
મેહુલ ચોક્સીના મામલે ભારત હજુ ઈંતેજાર કરશે. સરકારી સૂત્રો મુજબ ભારત હજુ પણ ઈંતેજારમાં છે કે પહેલા એન્ટીગુઆ બધી જ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી લે. તે બાદ જ પોતાના સ્તર પર પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નાગરિકતા રદ્દ થવા પર ભારતને હજુ સત્તાવાર સૂચના મળી નથી.

એન્ટીગુઆના પીએમે શું કહ્યું
એન્ટિીગુઆના પીએમે કહ્યું કે ભારત તરફથી આ મામલે સતત દબાણ વધારવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે એવું નથી કે અમે અપરાધીઓ માટે કોઈ સુરક્ષિત સ્થળ ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પીએમે કહ્યું કે ચોક્સીની નાગરિકતા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાસ્તવિકતા એ છે કે તેમની નાગરિકતા રદ્દ કરવામાં આવશે અને તેને ભારત મોકલી આપવામાં આવશે.

જલદી જ ભારત મોકલવામાં આવશે
એન્ટીગુઆના પીએમે કહ્યું કે વર્તમાન મામલો અદાલતમાં છે, માટે અમારે ઉચિત પ્રક્રિયાની મંજૂરી આપવાની રહેશે. અમે ભારત સરકારનું સ્વાગત કરાવ્યું છે કે અપરાધિઓને પણ મૌલિક અધિકારો છે અને ચોક્સીની પોતાના સ્થિતિનો બચાવ કરવા માટે અદાલતમાં જવાનો પૂરો અધિકાર છે. પરંતુ હું તમને આશ્વસ્ત કરવા માંગું છું કે જ્યારે ચોક્સીના તમામ કાનૂની વિકલ્પો સમાપ્ત કરી દેવામાં આવશે તો તેમને પ્રત્યર્પિત કરી દેવામાં આવશે.
સરકારની આ સ્કીમથી નોકરી માટે ટ્રેનિંગ અને 8 હજાર રૂપિયા મળશે