For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પઃ ભારત-ચીન બૉર્ડર પર સ્થિતિ ખૂબ જ ખરાબ, અમે મદદ માટે તૈયાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી ભારત-ચીન સીમા વિવાદ પર મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી ભારત-ચીન સીમા વિવાદ પર મોટુ નિવેદન આપ્યુ છે. ટ્રમ્પે કહ્યુ છે કે ભારત-ચીન બૉર્ડર પર સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ચીન સ્થિતિને આગળ વધારી રહ્યુ છે. આ ટિપ્પણી સાથે જ તેમણે એક વાર ફરીથી કહ્યુ કે તે આમાં શામેલ થઈને ઉકેલવામાં મદદ કરવાનુ પસંદ કરશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પહેલા બે વાર મધ્યસ્થીની રજૂઆત કરી ચૂક્યા છે અને બંને વાર ભારત-ચીન આનાથી ઈનકાર કરી ચૂક્યા છે.

donald trump

ટ્રમ્પે ફરીથી કરી મદદની રજૂઆત

શુક્રવારે વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધિત કરીને ટ્રમ્પે રિપોર્ટ્રસને કહ્યુ, 'ભારત અને ચીન બંને બૉર્ડર પર મજબૂતીથી ટકેલા છે. આ બહુ જ ખરાબ સ્થિતિ છે.' ટ્રમ્પે આગળ જણાવ્યુ કે તે ભારત અને ચીન બંને આ સ્થિતિ વિશે વાત કરી રહ્યા છે. ટ્રમ્પના શબ્દોમાં, 'અમે ભારત અને ચીનની મદદ માટે તૈયાર છે. જો અમે કંઈ કરી શકીએ તો બિલકુલ શામેલ થઈને મદદ કરવાનુ પસંદ કરીશુ. અમે બંને દેશો સાથે વાત કરી રહ્યા છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું ચીન, ભારતને ચિડાવી રહ્યુ છે? આના પર તેમણે જવાબ આપ્યો કે તે આશા રાખે છે કે આ મુદ્દો ન હોય પરંતુ આ તરફ પણ ધ્યાન અપાવ્યુ કે ચીન નિશ્ચિત રીતે આ કરી રહ્યુ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ લોકોની સમજથી પણ પરે છે પરંતુ ચીન બહુ જ ઠોસ રીતે ભારતને ચિડાવવાાં લાગેલુ છે.

રાજનાથ સિંહ અને ચીની સંરક્ષણ મંત્રીની મીટિંગ

શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ રશિયાની રાજધાની મૉસ્કોમાં ચીની સમકક્ષ જનરલ વેઈ ફાંગે સાથે મુલાકાત કરી છે. જનરલ વેઈના અનુરોધ બાદ બંનેની મીટિંગ શાંઘાઈ-કોઑપરેશન ઑર્ગેનાઈઝેશન(એસસીઓ) ઉપરાંત થઈ છે. ચુશુલમાં ચીન તરફતી 30 ઓગસ્ટે પણ ઘૂસણખોરીના પ્રયાસ બાદ ભારતીય સેના હાઈ એલર્ટ પર છે. સેનાએ પેંગોંગ ત્સોના દક્ષિણમાં બધા મહત્વના રણનીતિક પોસ્ટ્સ પર કબ્જો કરી લીધો છે. સેના તરફથી 31 ઓગસ્ટે નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ હતુ કે ચીને એલએસીની સ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ કરી છે. ભારત પેંગોંગ ઝીલની ઉત્તરેમાં પોતાની તૈનાતી વધારી દીધી છે. ભારત અને ચીનના બ્રિગેડ કમાંડરની ચાર બેઠક થઈ પરંતુ તેનુ કોઈ પરિણામ આવી શક્યુ નહિ.

કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર, 13 દિવસમાં 10 લાખ નવા કેસ સામે આવ્યાકોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર, 13 દિવસમાં 10 લાખ નવા કેસ સામે આવ્યા

English summary
President Donald Trump calls situation at India-China border a nasty one.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X