For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેસિડેન્ટ ટ્રમ્પે આપ્યા હતા બગદાદ પર Air Strike કરવાનો આદેશ, ઈરાનના ટૉપ કમાન્ડરનું મોત

પ્રેસિડેન્ટ ટ્રમ્પે આપ્યા હતા બગદાદ પર Air Strike કરવાનો આદેશ, ઈરાનના ટૉપ કમાન્ડરનું મોત

|
Google Oneindia Gujarati News

બગદાદઃ અમેરિકા તરફથી બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલ હવાઈ હુમલામાં ઈરાનના ટૉપ જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે. ગુરુવારે અમેરિકી રક્ષા વિભાગ પેંટાગન તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સુલેમાની, ઈરાનની કુડ્સ સેનાના કમાંડર હતો. બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર સ્ટ્રાઈકના નિર્દેશ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ટ્રમ્પે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર અમેરિકાનો ધ્વજ પોસ્ટ કર્યો હતો. આ એર સ્ટ્રાઈકમાં ઈરાકના કમાંડરનું પણ મોત થયું છે.

પેંટાગન તરફથી નિવેદન જાહેર કરાયું

પેંટાગન તરફથી નિવેદન જાહેર કરાયું

પેંટાગન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રેસિડેન્ટ તરફથી મળેલ નિર્દેશ બાદ અમેરિકી મિલિટ્રી તરફથી વિદેશમાં પોતાના સૈનિકોની રક્ષા માટે નિર્ણયાત્મક આક્રમક કાર્યવાહી કરવામા ંઆવી. આ હુમલામાં અમેરિકા તરફથી આતંકી સંગઠન ઘોષિત ઈરાન રેવલ્યૂશનરી ગાર્ડ કોર કુડ્સના મુખિયા કાસિમ સુલેમાનીનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલામાં જે બીજા કમાન્ડર મૃત્યુ પામ્યા છે તે પણ ઈરાકી સેનામાં ટૉપ પદ પર હતા.

હુમલાની યોજના બનાવી રહ્યા હતા સુલેમાની

હુમલાની યોજના બનાવી રહ્યા હતા સુલેમાની

સુલેમાનીને ઈરાકમાં તહેનાત ઈરાની સેનાના એક હાઈ-પ્રોફાઈલ મિલિટ્રી કમાંડર માનવામાં આવતો હતો. અમેરિકી સેના તરફથી આ એર સ્ટ્રાઈકને સીરિયા અને લેબનાન રસ્તેથી બગદાદ ઈન્ટરનેશનલ એપોર્ટ પર અંજામ આપ્યો હતો. ઈરાકની ટેલીવિઝન રિપોર્ટ્સમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે જનરલ સુલેમાની ઈરાકમાં અને આ ક્ષેત્રમાં તહેનાત અમેરિકી રાજનાયિકો પર આતંકી હુમલાની યોજના બનાવવામાં સક્રિય હતા.

ISIS સાથે સુલેમાનીના સંબંધ

અમેરિકા પહેલા પણ સુલેમાનીને ઈરાકમાં આઈએસઆઈએસ સાથે સાંઠગાઠનો દોષી કહેવામાં આવી ચૂક્યો છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે સુલેમાનીની સેના કુડ્સ ફોર્સ જે રેવોલ્યૂશનરી ગાર્ડનો ભાગ છે, તે હેઝબોલ્લાહ જેવા આતંકી સંગઠનોને મોટા પાયે સમર્થન આપતી આવી હતી. પેંટાગન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હુમલાનો ઉદ્દેશ્ય ઈરાનના આગામી હુમલાને નાકામ કરવાનું હતું. અમેરિકા દુનિયાભરમાં પોતાના નાગરિકો અને તેમના હિતોની રક્ષા માટે દરેક પગલાં ઉઠાવશે. અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલેથી જ તણાવ છે અને હવે આ તણાવ નવા સ્તરે પહોંચવાની આશંકા જતાવવામા આવી છે.

ટ્રમ્પ ધમકી આપી ચૂક્યા હતા

ટ્રમ્પ ધમકી આપી ચૂક્યા હતા

ન્યૂ યરના અવસર પર બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ પર થયેલ હુમલામાં 25 લોકોના મોત થયાં હતાં. આ ઘટના બાદ જ ટ્રમ્પ તરફથી ઈરાનને અંજામ ભોગવવાની ધમકી આપી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જો કોઈપણ પ્રકારે કોઈ નુકસાન થયું તો તેના માટે ઈરાનને જ જવાબદાર માનવામાં આવશે અને તેની મોટી કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું હતું, જો આ દરમિાન કોઈપણ દૂતાવાસના સભ્યોને ઈજા પહોંચી કે પછી કંઈ થયું તો બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આ ચેતવણી નથી, ધમકી સમજો. હેપ્પી ન્યૂ યર.

ઈરાકઃ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટથી હુમલો, 8ના મોતઈરાકઃ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટથી હુમલો, 8ના મોત

English summary
President Trump Ordered Air Strike on Baghdad, Iran's Top Commander Dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X