ઇઝરાયેલના PMએ કંઇક આ રીતે કર્યું નરેન્દ્ર મોદીનું સ્વાગત

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝારયેલના શહેર તેલ અવીવ પહોંચ્યા હતા. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ ઇઝરાયેલ યાત્રા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ પોતે નરેન્દ્ર મોદીને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા. આમ કરીને વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂએ પોતાનો પ્રોટોકોલ તોડ્યો છે. નિયોમોની ચિંતા કર્યા વિના ઇઝરાયેલના વડાપ્રધાને ગળે મળીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

pm modi in israel

દેશના રાષ્ટ્રગીત સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને આવકારવા પહોંચેલ ઇઝરાયેલના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને હિંદીમાં કહ્યું હતું, 'આપકા સ્વાગત હે'. આ સૌથી વિશેષ વાત કહી શકાય. નોંધનીય છે કે, અત્યાર સુધી ઇઝરાયેલના વડાપ્રધાન માત્ર અમેરિકન રાષ્ટ્રપતિઓ અને પોપના સ્વાગત માટે જ એરપોર્ટ પર હાજર રહ્યાં છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, પીએમ મોદીની ત્રણ દિવસની ઇઝરાયેલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નેતાન્યાહૂ દરેક ક્ષણે તેમની સાથે રહેશે. નેતાન્યાહૂ આવું ક્યારેય નથી કરતાં, આ પહેલી વખત હશે જ્યારે નેતાન્યાહૂ કોઇ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે સતત રહેશે. આ તેમની પીએમ મોદીની મુલાકાતનું મહત્વ દર્શાવવાની રીત છે. નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ઇઝરાયેલના પ્રવાસે છે અને તેમનો હેતુ બંન્ને દેશના સંબંધોને 25 વર્ષ પૂર્ણ થાય પછી વધુ ગાઢ બનાવવાનો છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂએ પીએમ મોદીની આ મુલાકાત પહેલાં એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું, 'આવતા અઠવાડિયે ભારતીય વડાપ્રધાન, મારા મિત્ર, નરેન્દ્ર મોદી ઇઝરાયેલ આવશે. આ ઇઝરાયેલ માટે એક ઐતિહાસિક ક્ષણ હશે. 70 વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય વડાપ્રધાન ઇઝરાયેલ આવશે. આ પગલું ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મિલિટ્રી, આર્થિક અને કૂટનીતિ સંબંધોને વધુ ગાઢ બનાવશે.' ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપિત રેયૂવેન રિવલિન અને વિપક્ષ નેતા ઇસૈક હેરઝોગ સાથે પણ મુલાકાત કરશે.

English summary
Prime Minister Narendra Modi arrives at Ben Gurion Airport in Israel.
Please Wait while comments are loading...