For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 દિવસ બાદ સેલ્ફ આઈસોલેશનથી બહાર આવ્યા પ્રિંસ ચાર્લ્સ

7 દિવસ બાદ સેલ્ફ આઈસોલેશનથી બહાર આવ્યા પ્રિંસ ચાર્લ્સ

|
Google Oneindia Gujarati News

લંડનઃ બ્રિટનના પ્રિંસ ચાર્લ્સ સાત દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહ્યા બાદ હવે બહાર આવી ગયા છે. જણાવી દઈએ કે પ્રિંસ ચાર્લ્સનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેઓ સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા હતા. પ્રિંસ ચાર્લ્સ ઉપરાંત તેમની પત્નીનો પણ ટેસ્ટ થયો હતો પરંતુ તેમનામાં સંક્રમણ જણાયું નહોતું. પેલેસના અધિકારીઓ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું કે પ્રિંસની તબીયત ઠિક છે અને તેઓ સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરી રહ્યા હતા.

prince charles

પેલેસના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું કે ક્લેરેંસ હાઉસે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે ડૉક્ટરની સલાહ બાદ પ્રિંસ ઑફ વેલ્સ હવે સેલ્ફ આઈસોલેશનથી બહાર આવી ગયા છે. પ્રિંસ ચાર્લ્સ સાત દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં હતા અને તેઓ પોતાના બકિંઘમ પેલેસમાં જ હતા. જણાવી દઈએ કે પાછલા કેટલાક સમય પહેલા મોનૈકોના પ્રિંસ અલ્બર્ટે બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. હાલમાં જ મોનૈકો પ્રિંસને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. જણાવી દઈએ કે આખી દુનિયા જીવલેણ વાયરસના સંક્રમણના લપેટામાં આવી ગયું છે અને તેનાથી 8 લાખ જેટલા લોકો સંક્રમિત છે જ્યારે 35 હજાર લોકોથી વધુના જીવ ચાલ્યા ગયા છે.

દેશમાં કોરોના વાયરસનુ માત્ર લોકલ ટ્રાન્સમિશન, હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથીદેશમાં કોરોના વાયરસનુ માત્ર લોકલ ટ્રાન્સમિશન, હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી

English summary
Prince Charles out of virus self-isolation after 7 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X