For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસમાં ગે-લેસ્બિયનને લગ્નની મંજૂર અપાતાં વિરોધ પ્રદર્શન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lesbians-photo-shoot
પેરિસ, 27 મે: ફ્રાંસમાં નવા સમલૈંગિક વિવાહ કાયદા વિરૂદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ શાંતિ-વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે કડકાઇ વર્તીને પરિસ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો. એક નવા કાયદા વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલું પ્રદર્શન ત્રણ અલગ-અલગ ભાગોમાં નિકળ્યું હતું અને શહેરના મહત્વપૂર્ણ સ્થળે આવી મળ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનમાં લગભગ 1,50,000 લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનના આયોજકોએ પોલીસ દ્રારા બતાવવામાં આવેલા આંકડાને એકદમ ઓછો ગણાવતાં દાવો કર્યો છે કે 10 લાખ લોકોએ ભાગ લીધો હતો. ધુર દક્ષિણપંથી કાર્યકર્તાઓની હાજરી હોવાછતાં સાંજ સુધી કોઇપણ પ્રકારની અનહોનીની સૂચના મળી નથી. કેટલાક પ્રદર્શનકારીઓએ સત્તાધારી સોશલિસ્ટ પાર્ટીના મુખ્યાલય પર બેનર ફરકાવ્યા હતા, જેમાં રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલોંદને કહેવામાં આવ્યું હતું કે તે પોતાના પદેથી રાજીનામું આપી દે. પ્રદર્શનકારીઓના ગયાપછી પોલીસે કહ્યું હતું કે લગભગ 500 જેટલા લોકોએ બીયર બોટલો અને અન્ય વસ્તુઓ વડે તેમના પર હુમલો કર્યો હતો.

પોલીસે કહ્યું હતું કે 96 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઉપદ્રવીઓનો સામનો કરવા માટે અશ્રુગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવયુવાનોએ સરકાર વિરૂદ્ધ 'સોશલિસ્ટ તાનાશાહી' જેવા નારા લગાવ્યા હતા અને પ્રદર્શનને કવર કરી રહેલા પત્રકારો પર કેટલીક વસ્તુઓ ફેંકવામાં આવી હતી.

English summary
Tens of thousands of people protested against France's new gay marriage law in central Paris on Sunday, and police clashed with right-wing demonstrators.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X