For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના સમર્થનમાં ઉતરી આવ્યા NRI, વોર્ટન વિરૂદ્ધ પ્રદર્શન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 25 માર્ચ: સન્માનિત વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યૂઆઇઇએફ)ને સંબોધિત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા આમંત્રણ લઇને વિવાદ બાદ લગભગ 200 ભારતીય-અમેરિકીનોએ આ નિર્ણયના વિરોધમાં પેનસિલવેનિયામાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું. 'અમેરિકન્સ ફોર ફ્રી સ્પીચ'ના બેનર હેઠળ ભારતીત-અમેરિકનોએ 'અમે મોદીને પસંદ કરીએ છીએ' ના નારા લગાવ્યા હતા અને તેમના હાથમાં નરેન્દ્ર મોદીના બેનરો અને ફોટા હાથમાં હતા.

મોટાભાગે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીથી આવેલા પ્રદર્શનકારી કેટલાક બ્લોક સુધી ચાલતાં શનિવારે ડબ્લ્યૂઆઇઇએફની સામે પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ગઇકાલે અહીં ભારતના આર્થિક વિકાસના મુદ્દે એક દિવસના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન સ્થળ, યુનિવર્સિટી ઓફ પેનસિલવેનિયાના હૈરિસન સભાગારના સામે રસ્તા પર કેટલાક વક્તાઓએ પ્રદર્શંકારીઓને સંબોધિત કર્યા હતા.

narendra-modi

આમાં લગભગ 200 લોકોએ ભાગ લીધો હોવાની વાત કરતાં 'ધ ડેઇલી પેનસિલવેનિયા' એ લખ્યું હતું કે 'પ્રેસના સભ્યોને સંમેલનમાં પ્રવેશવવા દિધા ન હતા. યુનિવર્સિટી ઓફ પેનસિલવેનિયાના ત્રણ પ્રોફેસર દ્રારા નરેન્દ્ર મોદીના આમંત્રણનો વિરોધ કર્યા બાદ ડબ્લ્યૂઆઇઇએફ દ્રારા તેને પરત ખેંચી લેવાના વિવાદિત નિર્ણયનો વિરોધ કરતાં 'ઇન્ડિયન અમેરિકન ઇન્ટેક્ચુઅલ ફોરમ'ના નારાયણ કટારિયાએ આરોપ લગાવ્યો હતો કે ડબ્લ્યૂઆઇઇએફના ભાષણની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે અને તે ભારતીય રાજકારણની પ્રક્રિયામાં અયોગ્ય હસ્તક્ષેપ ગણાવ્યો હતો.

યુનિવર્સિટી ઓફ પેનસિલવેનિયાના અધ્યક્ષ ડોક્ટર એમી ગુટમનને સોંપવામાં આવેલા જ્ઞાપનમાં પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે આ જોઇને ખૂબ દુખ થાય છે કે ભારતીય મૂળના અને અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના ફક્ત ત્રણ પ્રોફેસર આ સન્માનિત વિશ્વવિદ્યાલયના નિર્ણયને પ્રભાવિત કરે છે.

જ્ઞાપનમાં કહેવામાં આવ્યું છે કે અહીં મુખ્ય મુદ્દો ભાષણ અને મતભિન્નતાની સ્વતંત્રતાનો છે. દુખની વાત એ છે કે વિશ્વવિદ્યાલયના આ નિર્ણયે આ બંનેનું ખરાબ રીતે ઉલ્લંખન કર્યું છે. વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિકમાં અંતિમ સમયમાં નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલ આમંત્રણ પાછું ખેંચી લીધું.

English summary
About 200 Indian-Americans marched in protest against the controversial withdrawal of an invitation to Narendra Modi to speak at the Wharton India Economic Forum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X