ક્વીન એલિઝાબેથના પતિ ફિલિપે સરેન્ડર કર્યુ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ
મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપે આ પગલુ જાન્યુઆરીમાં થયેલા એક જાનલેવા કારક્રેશ બાદ લીધુ છે. બકિંઘમ પેલેસ તરફથી આ વાતની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. 17 જાન્યુઆરીએ પ્રિન્સ ફિલિપની ગાડી લેન્ડ રોવર પલટી ગઈ હતી. પ્રિન્સ ફિલિપ પોતે કાર ચલાવી રહ્યા હતા અને આ દૂર્ઘટનામાં તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો. દૂર્ઘટના ઈસ્ટર્ન ઈંગ્લેન્ડ સ્થિત સેંડ્રીંઘમ પેલેસ પાસે થયો હતો જ્યાં મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ રહે છે.
પ્રિન્સની ગાડીથી થઈ બે જણને ઈજા
બકિંઘમ પેલેસ તરફથી જારી કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'ઘણા સોચ વિચાર બાદ ડ્યુક ઓફ એડિનબર્ગે સ્વેચ્છાએ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ સરેન્ડર કરવાનો નિર્ણય કર્યો છે.' આ ઘટનામાં 28 વર્ષીય મહિલાને ઈજા થઈ હતી. આ મહિલાના ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તે ઉપરાંત કારમાં સવાર 45 વર્ષીય મહિલાના કાંડામાં ફ્રેક્ચર થઈ ગયુ હતુ. જે ગાડીથી પ્રિન્સ ફિલિપની ગાડી ટકરાઈ હતી તેમાં એક નવ મહિનાનું બાળક પણ સવાર હતુ. પ્રિન્સ ફિલિપને પોલિસ તરફથી બે દિવસ બાદ ચેતવણી આપવામાં આવી હતી. પ્રિન્સ ફિલિપે ઘટનાના સમયે સીટ બેલ્ટ બાંધ્યો નહોતો.
2017માં થઈ ચૂક્યા છે રિટાયર
નૉરફોક પોલિસ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે કે શનિવારે પ્રિન્સ ફિલિપે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ તેમને સોંપી દીધુ છે. આ લાયસન્સને બ્રિટનની લાઈસેંસિંગ ઑથોરિટી ડીવીએલએને સોંપી દેવામાં આવશે. આ કેસની તપાસ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને સોંપી દેવામાં આવી હતી. પ્રિન્સ ફિલિપ વર્ષ 2017માં પબ્લિક લાઈફથી રિટાયર થઈ ચૂક્યા છે પરંતુ ક્યારેક ક્યારેક તે મહારાણી એલિઝાબેથ સાથે અધિકૃત કાર્યક્રમોમાં જોવા મળે છે. બ્રિટનમાં ડ્રાઈવિંગ બંધ કરવાની કોઈ કાનૂની ઉંમર નથી પરંતુ 70 વર્ષથી વધુ ઉંમરના ડ્રાઈવર્સને દર ત્રણ વર્ષની અંદર પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવવુ પડે છે.
આ પણ વાંચોઃ જો કોઈએ જાતિવાદ વિશે વાત કરી તો તેની પિટાઈ કરીશઃ નીતિન ગડકરી