Radio Blast In Lebanon : પેજર બાદ હવે રેડિયો બ્લાસ્ટથી ધણધણ્યું લેબનાન, 3 લોકોના મોત
Radio Blast In Lebanon : લેબનાનમાં એક વિચિત્ર પેટર્નથી એક પછી એક પ્લાસ્ટ થઈ રહ્યાં છે. અહીં પહેલા એક સાથે હજારો પેજરમાં બ્લાસ્ટ બાદ હવે રેડિયોમાં બ્લાસ્ટ થતા ત્રણ લોકોના જીવ ગયા છે.
અહેવાલો અનુસાર, આ બ્લાસ્ટ વાયરલેસ સંચાર હેન્ડહેલ્ડ રેડિયોમાં થયા છે. જે પેજરની જેમ લગભગ પાંચ મહિના પહેલા હિઝબુલ્લાહ દ્વારા હસ્તગત કરાયા હતા. આ ઘટના બાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ વિસ્ફોટોથી પ્રભાવિત વિસ્તારોમાં લેબનોનનો દક્ષિણ ભાગ અને દેશની રાજધાની બેરૂતના ઉપનગરો સામેલ છે. આ સ્થાનો મહત્વપૂર્ણ છે. કારણ કે આ એવા વિસ્તારો છે જ્યાં હિઝબુલ્લાહ લડવૈયાઓ આ સંચાર ઉપકરણોનો ઉપયોગ કરે છે. આ એ પણ જગ્યા છે જ્યાં પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર દરમિયાન વિસ્ફોટ થયો હતો.
સુરક્ષા સૂત્રો અનુસાર, જે ઉપકરણોમાં વિસ્ફોટ થયો તે હેન્ડહેલ્ડ રેડિયો હતા. આ ઘટનાઓ બાદ હિઝબુલ્લાહના અધિકારી હાશેમ સફીદીનને એક નિવેદનમાં હિઝબુલ્લાહના મુશ્કેલ સમયનો સ્વીકાર કર્યો અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.
હેન્ડહેલ્ડ રેડિયોમાં જે વિસ્ફોટ થયા તેનો ઉપયોગ હિઝબુલ્લાહના સભ્યો દ્વારા કરવામાં આવતો હતો. આ સંચાર ઉપકરણો પર લક્ષિત હુમલા પાછળના સંભવિત કારણો પર પ્રકાશ પાડે છે. જે લેબનોનની ખતરનાક સુરક્ષા સ્થિતિને દર્શાવે છે. તેની અસર ખાસ કરીને હિઝબુલ્લાહના નોંધપાત્ર નિયંત્રણ અથવા પ્રભાવ હેઠળના વિસ્તારોમાં જોવા મળી છે.












Click it and Unblock the Notifications
