For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રશાંત મહાસાગરમાંથી મળ્યુ દુર્લભ ઓક્ટોપસ

અનેક વખત તમે અદભુત અને દુર્લભ સમુદ્રી જીવો વિશે વાંચ્યું હશે અથવા સોશિયલ મીડિયા પર ફોટો જોયા હશે. હવે અમે આવા જ દુર્લભ ઓક્ટોપસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સામાન્ય ઓક્ટોપસ કરતા સંપૂર્ણપણે અલગ છે

|
Google Oneindia Gujarati News

અનેક વખત તમે અદભુત અને દુર્લભ સમુદ્રી જીવો વિશે વાંચ્યું હશે અથવા સોશિયલ મીડિયા પર ફોટો જોયા હશે. હવે અમે આવા જ દુર્લભ ઓક્ટોપસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સામાન્ય ઓક્ટોપસ કરતા સંપૂર્ણપણે અલગ છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ દુર્લભ 'ગ્લાસ ઓક્ટોપસ' પ્રશાંત મહાસાગરમાં જોવા મળ્યો છે.

દુર્લભ ગ્લાસ ઓક્ટોપસનો વીડિયો જારી કરાયો

દુર્લભ ગ્લાસ ઓક્ટોપસનો વીડિયો જારી કરાયો

આ તસવીર જોઈને તમે પણ એકવાર આશ્ચર્યચકિત થઈ જશો. આ દુર્લભ તસવીર ગ્લાસ ઓક્ટોપસની છે, જે કાચની જેમ જ સંપૂર્ણ પારદર્શક દેખાય છે. આ ગ્લાસ ઓક્ટોપસનો ફોટા અને વીડિયો અમેરિકાના સ્મિથ ઓશન ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા વૈજ્ઞનિકો દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જે પેસિફિક મહાસાગરમાં જોવા મળ્યુ છે. આ ઓક્ટોપસની ફક્ત આંખની નસો, આંખની કીકી અને પાચનતંત્ર દેખાય છે. આ ઓક્ટોપસનો મુખ્ય ભાગ સરળતા આરપાર જોઇ શકાય છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ડેલી મેઈલની રિપોર્ટ અનુસાર પેસિફિક મહાસાગરમાં તાજેતરના એક અભિયાન દરમિયાન ઉંડા સમુદ્રમા વૈજ્ઞાનિકોએ અતિ દુર્લભ અને ભયાનક દેખાતા ગ્લાસ ઓક્ટોપસને કેદ કર્યુ. આ અનોખા જીવની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ઓક્ટોપસની શોધ માટે વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરમાં ફીનિક્સ આઇલેન્ડ પર લગભગ 34 દિવસ વિતાવ્યા. તમને જણાવી દઈએ કે ફીનિક્સ આઇલેન્ડ વિશ્વની સૌથી મોટી કોરલ ઇકોસિસ્ટમ્સમાંનું એક છે.

1918 માં પ્રથમ વખત શોધ થઈ

1918 માં પ્રથમ વખત શોધ થઈ

રિપોર્ટ પ્રમાણે આ ગ્લાસ ઓક્ટોપસનું નામ વિટ્રેલેડોનેલા રિચાર્ડીક છે. વર્ષ 1918 માં પ્રથમ વખત આ પારદર્શક ગ્લાસ ઓક્ટોપસ વિશે માહિતી મળી. આ દુર્લભ જીવના ફોટો લેવા વૈજ્ઞાનિકોએ 30,000 કિ.મી.થી વધુ હાઇ-રિઝોલ્યુશન સીફ્લોર મેપિંગ કર્યું. તેમણે પાંચ વધારાના સીમાઉન્ટ કેમેરા એક્સપ્લોરેશન પણ કર્યું.

45 સેન્ટીમિટર લંબાઈ ધરાવે છે

45 સેન્ટીમિટર લંબાઈ ધરાવે છે

આ અભિયાન પહેલાં ઓક્ટોપસના ફોટોગ્રાફ્સ અને લાઇવ ફુટેજ ખૂબ ઓછા હતા. વૈજ્ઞાનિકોએ અગાઉના અભિયાનોમાં શોધાયેલા અભ્યાસ અને નમૂનાઓ પર વિશેષ આધાર રાખવો પડ્યો. અહેવાલો અનુસાર, શિકારીથી બચવા માટે, ઓક્ટોપસ તેના અંગોની ગોઠવણી એવી રીતે કરે છે જેનાથી તેનો પડછાયો ઓછો દેખાય. ગ્લાસ ઓક્ટોપસની લંબાઈ 11 સે.મી અને આખા શરીરની લંબાઈ 45 સેન્ટિમીટર હોય છે.

મહાસાગરમાં ચમત્કાર

મહાસાગરમાં ચમત્કાર

સ્મિથ ઓશન ઇન્સ્ટિટ્યૂટના સહ-સ્થાપક વેન્ડી સ્મિથે સંસ્થા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહ્યું છે કે સમુદ્ર ચમત્કારોથી ભરેલો છે જેની આપણને કલ્પના પણ નથી. આવા અભિયાનો અમને શીખવે છે કે દરિયાઇ ઇકોસિસ્ટમ્સને પુનર્સ્થાપિત કરવા અને તેને વધુ સારી રીતે સમજવા માટેના આપણા પ્રયત્નોને આગળ વધારવાની જરૂર છે. કારણ કે સમુદ્રમાં શરૂ થતી જીવ સૃંખલા માનવ આરોગ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.

English summary
Rare 'glass octopus' found in Pacific Ocean
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X