For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈટલીમાં એક દિવસમાં રેકૉર્ડ 743 લોકોના કોરોના વાયરસના કારણે મોત

ઈટલીમાં જાનલેવા કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં રોજ સેંકડોની સંખ્યામાં લોકો આ સંક્રમણના કારણે મરી રહ્યા છે. અહીં એક દિવસમાં 743 લોકોના જીવ ગયા છે.

|
Google Oneindia Gujarati News

ઈટલીમાં જાનલેવા કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં રોજ સેંકડોની સંખ્યામાં લોકો આ સંક્રમણના કારણે મરી રહ્યા છે. અહીં એક દિવસમાં 743 લોકોના જીવ ગયા છે. ઈટલીમાં અત્યાર સુધી કુલ 6820 લોકોના આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. આ પહેલા સોમવારે 602 લોકોના વાયરસના કારણે મોત નીપજ્યા હતા. વળી, રવિવારે 650 લોકો કોરોનાના મોતને ભેટ્યા હતા. શનિવારે સર્વાધિક 793 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા હતા.

રોજ મરી રહ્યા છે સેંકડો લોકો

રોજ મરી રહ્યા છે સેંકડો લોકો

ઈટલીમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ લોકોની વાત કરીએ તો આ સંખ્યા 69176 સુધી પહોંચી ગઈ છે. સોમવારે કુલ સંક્રમિત લોકોની સંખ્યાને મિલાવીએ તો 8 ટકાનો વધારો થયો છે. સોમવારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 63927 હતી. 8326 લોકો જે આ વાયરસથી સંક્રમિત હતા તે સંપૂર્ણપણે ઠીક થઈ ચૂક્યા છે. વર્તમાન સમયમાં 3396 લોકો આઈસીયુમાં ભરતી છે. આ પહેલા 3204 લોકો આઈસીયુમાં ભરતી હતા. લોંબાર્ડી કે જે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે ત્યાં અત્યાર સુધી 4178 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે અહીં 30703 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

આખી દુનિયામાં 4 લાખથી વધુ લોકો સંક્રમિત

આખી દુનિયામાં 4 લાખથી વધુ લોકો સંક્રમિત

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનુ સંક્રમણ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યુ છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ છે. જ્યારે આ સંક્રમણના કારણે અત્યાર સુધી 18થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસથી નિપટવા માટે સરકાર યુદ્ધના સ્તરે પગલાં લઈ રહી છે. મંગળવારે રાતે પીએમ મોદીએ આખા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉનની ઘોષણા કરી. પીએમે પોતાના સંબોધનમાં દેશવાસીઓને કહ્યુ કે તમે લોકો પોતાના ઘરોમાં જ રહો, જાન હે તો જહાન હે.

બહુ ઝડપથી ફેલાય છે આ વાયરસ

બહુ ઝડપથી ફેલાય છે આ વાયરસ

પીએમ મોદીએ કહ્યુ કે દુનિયાના સમર્થમાં સમર્થ દેશોને પણ કેવી રીતે આ મહામારીએ એકદમ લાચાર બનાવી દીધા છે. એવુ નથી કે આ દેશો પ્રયત્ન નથી કરી રહ્યા કે પછી તેમની પાસે સંશાધનોની કમી છે પરંતુ કોરોના વાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તમામ તૈયારીઓ અને પ્રયાસો છકાં આ દેશોમાં પડકારો વધતા જઈ રહ્ય છે. ડબ્લ્યુએચઓ અનુસાર આ બિમારીથી સંક્રમિત એક વ્યક્તિ 7-10 દિવસમાં સેંકડો લોકોને આ બિમારી પહોંચાડી શકે છે. આ આગની જેમ ઝડપથી ફેલાય છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે દેશમાં 11મુ મોત, તમિલનાડુમાં દર્દીએ લીધા અંતિમ શ્વાસઆ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે દેશમાં 11મુ મોત, તમિલનાડુમાં દર્દીએ લીધા અંતિમ શ્વાસ

English summary
Record 743 people died in Italy of Coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X