અભિનંદન પર પાકિસ્તાનની પોલ ખોલનાર સાંસદને સજાની ધમકી, કહ્યુ - આ ગુનાની કોઈ માફી નથી
ઈસ્લામાબાદઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનની મુક્તિ પર પાકિસ્તાન મુ્સ્લિમ લીગના નેતા અને સાંસદ અયાઝ સાદિકે કહ્યુ હતુ કે પાકિસ્તાને ભારતના હુમલાના ડરથી વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને છોડ્યા હતા. પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર હવે આ બાબતે અયાઝ સાદિક સામે કાનૂની કાર્યવાહી કરશે. પાકિસ્તાનન સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાજે શુક્રવારે (30 ઓક્ટોબર) કહ્યુ કે પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાદિકનુ નિવેદન માફીથી પરે હતુ. હવે તેમની સામે કાનૂન પોતાનુ કામ કરશે. તેમના ગુનાની કોઈ માફી નથી.
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાજે ટ્વિટ કરીને કહ્યુ, અયાઝ સાદિકની ટિપ્પણી માફીથી પરે છે. હવે કાનૂન પોતાનુ કામ કરશે. અયાઝ સાદિક અને તેમના અનુયાયીઓને દંડિત કરવા જોઈએ.. કારણકે તેમણે દેશને નબળો પાડવાનો એક એવો ગુનો કર્યો છે જેની કોઈ માફી નથી. તેમણે ધમકીના સ્વરમાં આ વાત કહી. તેમણે કહ્યુ કે અયાઝ સાદિકે જે ભૂલ કરી છે તેના માટે માફી ન આપી શકાય અને તેની સજા આપવામાં આવશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ દુનિયા ટીવીના જણાવ્યા મુજબ પીએમએલ-એન નેતા અયાઝ સાદિક સામે લાહોરની સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અયાઝ સાદિકે સરકારની પ્રતિક્રિયા બાદ ટિપ્પણી માટે માફી માંગવી પડી છે.
ઉલ્લેખનીય છે કે 28 ઓક્ટોબરે પાકિસ્તાની સંસદમાં પૂર્વ નેશનલ અસેમ્બલી સ્પીકર અને સાંસદ અયાઝ સાદિક દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંંદન વર્ધમાનને પાકિસ્તાને ભારતના ડરથી મુક્ત કર્યા હતા. અયાઝ સાદિકે સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યુ હતુ - 'અભિનંદન માટે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ખુદ પીએમ ઈમરાન ખાને આવવાનો ઈનકાર કરી દીધો હતો. તેમાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આવ્યા હતા પરંતુ તેમના પગ કાંપી રહ્યા હતા અને ચહેરો પર પરસેવો હતો, તેમણે કહ્યુ હતુ કે ખુદાના વાસ્તે આને(અભિનંદન)છોડી દો, નહિતર ભારત 9 વાગ્યા સુધી એટેક કરી દેશે.'
પીએમ મોદીએ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું, તસવીરોમાં જુઓ