For Daily Alerts

રિચર્ડ વર્મા બન્યા ભારતમાં નવા અમેરિકન રાજદૂત
વોશિંગ્ટન, 21 ડિસેમ્બર: રિચર્ડ રાહુલ વર્માએ શનિવારે ભારતમાં અમેરિકન રાજદૂત તરીકે શપથ લીધા છે. વર્મા આ પદ પર પહોંચનારા પહેલા ભારતીય અમેરિકન છે. અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ વિદેશ વિભાગમાં 46 વર્ષીય વર્માને શપથ અપાવ્યા.
આવતા મહીને કૈરીની દિલ્હી યાત્રા પહેલા વર્મા ભારત આવી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ તરીકે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેવા માટે ભારત આવશે. ગયા અઠવાડીયે જ અમેરિકન સેનેટે ધ્વનિમતથી રાજદૂત પદ માટે રિચર્ડ વર્માના નામની ખરાઇ કરી હતી.
ભારતની સાથે અસૈન્ય પરમાણુ કરાર પર કોંગ્રેસની મહોર લગાવવામાં વર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. આ ઉપરાંત હાલમાં જ તેમણે શ્રેષ્ઠ અમેરિકન થિંક ટેંક 'સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસ'માં 'ઇન્ડિયા 2020' પરિયોજનાની શરૂઆત કરી હતી.તેઓ નેંસી પોવેલના બદલામાં સ્થાન ગ્રહણ કરશે, જેમણે કથિત વિઝા કૌભાંડના આરોપ પર ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેની સાથે થયેલ વ્યવહાર પર વિવાદ બાદ માર્ચમાં રાજીનામુ આપી દીધું હતું. હાલમાં, નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસના નેતૃત્વની જવાબદારી કેથલીન સ્ટીફંસ પર છે.
Comments
English summary
Richard Verma, the first Indian American, sworn in as US Ambassador to India.
Story first published: Sunday, December 21, 2014, 0:47 [IST]