For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ધર્મનિરપેક્ષતા માટે હિંદુ રાષ્ટ્રવાદ ખતરનાકઃ અમેરિકા

અમેરિકાની એક રિપોર્ટે ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને લઈને ચિંતા વ્યક્ત કરી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાની એક રિપોર્ટે ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી પાર્લામેન્ટરી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા એક દશકાથી હિંદુ રાષ્ટ્રવાદથી ભારતમાં રાજનૈતિક બળ ઉભરી રહ્યું છે, જેનાથી દેશના ધર્મનિરપેક્ષની પ્રતૃતિને હાની પહોંચી રહી છે. આ રિપોર્ટે ચેતાવણી આપી છે કે સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ દેશમાં 'બહુમતિ વર્ગની હિંસા'ની વધતી ઘટનાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.

nationalism

અમેરિકાની અમેરિકી કોંગ્રેસના એક સ્વતંત્ર અને દ્વિપક્ષીય રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસે કથિત રૂપે ધર્મ-પ્રેરિત હિંસાનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાય સંરક્ષણ અને અભિવ્યક્તિની આઝાદીના નામ પર કથિત રૂપે હુમલા થયા છે. 'ભારતઃ ધાર્મિક આઝાદીના મુદ્દા' નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સંવિધાન દ્વારા ધાર્મિક સ્વતંત્રતાની સ્પષ્ટ રૂપે રક્ષા કરવામાં આવી છે.

આગળ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની આબાદીમાં હિંદુઓની સંખ્યા સૌથી વધુ છે. પાછલા કેટલાક દશકામાં હિંદુ રાષ્ટ્રવાદથી ઉભરતા રાજકીય બળ ભારતની ધર્મનિરપેક્ષ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યું છે અને દેશની ધાર્મિક સ્વતંત્રતા પર નવા હુમલાનું કારણ બની રહ્યું છે.

જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવ્યાં હતાં. CIAએ આ સંગઠનોને રાજનૈતિક દબાણ બનાવતા સંગઠન તરીકે ગણાવતા કહ્યું હતું કે આવાં સંગઠન રાજનીતિમાં કાર્યરત છે અને રાજનૈતિક દબાણ પણ બનાવે છે.

આ પણ વાંચો- ઈસરો આજે PSLV-42થી બે બ્રિટિશ ઉપગ્રહ કરશે લૉન્ચ

English summary
Rising Hindu nationalism is eroding India’s secular culture: U.S. report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X