Russia: મખાચકાલના ફિલિંગ સ્ટેશનમાં વિસ્ફોટ, 2 બાળકો સહિત 12ના મોત, 50 ઘાયલ
રશિયાના દક્ષિણી દાગેસ્તાન ક્ષેત્રની રાજધાની મખાચકલામાં સોમવારે સાંજે એક ફિલિંગ સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ગેસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા.
દાગેસ્તાની ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આઠમાંથી બે ટેન્કમાં વિસ્ફોટ થયો હતો અને અન્ય વિસ્ફોટનો ખતરો હતો. સ્થાનિક ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર આગ 500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો અને એપાર્ટમેન્ટ અને મકાનોમાં અનુભવાયો હતો. વિસ્ફોટનું પ્રાથમિક કારણ ગેસ સ્ટેશન પર ગેસ સિલિન્ડર ફાટવું છે. જો કે, હજુ સુધી અકસ્માતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
TASS રશિયન સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, આઠમાંથી બે ફ્યુઅલ ટેન્કમાં વિસ્ફોટ થયો. 70 થી વધુ લોકો અને 20 સાધનો આગ ઓલવવામાં રોકાયેલા છે. પોલીસ અને શહેરના અધિકારીઓ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરવા દોડી ગયા હતા. બીજા વિસ્ફોટનો ખતરો યથાવત છે. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં બે બાળકો સહિત 12 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે.
પ્રાદેશિક ફરિયાદીની કચેરીના જણાવ્યા અનુસાર, ફિલિંગ સ્ટેશનમાં આગના સંદર્ભમાં એક નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. દાગેસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
રશિયન આરોગ્ય મંત્રાલયના પ્રથમ નાયબ વડા, વિક્ટર ફિસેન્કો દાગેસ્તાન ગયા છે. દાગેસ્તાનના પ્રીમિયર સેરગેઈ મેલિકોવે કહ્યું કે પીડિતોના પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
