રશિયાના સાઈબેરિયાઈ શહેર કેમરોફૉ માં રવિવારે એક શોપિંગ મોલમાં ભયંકર આગ લાગી ગયી. જેમાં 37 લોકોની મૌત થઇ ચુકી છે અને 70 જેટલા લોકોની હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી. વિન્ટર ચેરી નામના મોલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોલમાં આગ ચોથા માળે લાગી ત્યારપછી તે આગ ફેલાતી ચાલી ગયી.

200 કરતા પણ વધારે ફાયરબ્રિગેડ કર્મીઓ
આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ હજુ પણ ધુમાડો ઉડી રહ્યો છે. આ જગ્યા રશિયાની રાજધાની મોસ્કો થી 3600 કિલોમીટર દૂર છે. આગ પર કાબુ મેળવવા માટે 200 કરતા પણ વધારે ફાયરબ્રિગેડ કર્મીઓ હાજર છે.
|
37 લોકોની મૌત
મોલ બહાર એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાજર છે. ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ કેટલી ભયાનક છે તેનો અંદાઝો ફોટો પરથી જ મળે છે.

200 જાનવર પણ
આ શોપિંગ સેન્ટરમાં લગભગ 200 જાનવર પણ છે જેની કોઈ જ માહિતી મળી નથી. આ મોલમાં ચોથા માળે સિનેમા અને મનોરંજન ની ઘણી સુવિધાઓ છે. આપણે જણાવી દઈએ કે આ મોલ વર્ષ 2013 દરમિયાન ખોલવામાં આવ્યો હતો.
For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.subscribe to Gujarati Oneindia.