સીરિયામાં રૂસી સેનાનું પ્લેન થયું ક્રેશ, 32 લોકોના મોત

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે, રશિયાના સૈન્ય વિભાગનું પ્લેન સીરિયામાં ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 26 પેસેન્જર સમેત 6 ક્રૂ મેબર્સ મળીને કુલ 32 લોકોની મોત થઇ છે. જાણકારી મુજબ રશિયાની સેનાનું ટ્રાંસપોર્ટ પ્લેન સીરિયાના તટીય શહેર લતાકિયા પાસે સ્થિત રશિયાના એરબેઝ પર લેન્ડ કરી રહ્યું હતું. ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થવાના કારણે રશિયાના જવાનોનું મોત થયું હતું. જો કે રશિયાની સેનાએ આ મામલે હજી સુધી કોઇ અધિકૃત જાણકારી નથી આપી. પણ સામે આવેલ જાણકારી મુજબ પ્લેન ટેકનિકલ કારણોના લીધે ક્રેશ થયું હોવાનું બહાર આવ્યું છે.

army

નોંધનીય છે કે એક મહિનાની અંદર આવું બીજી વાર થયું છે કે રશિયાનું પ્લેન ક્રેશ થયું હોય. આ પહેલા 12 ફેબ્રુઆરીએ રશિયાની રાજધાની મોસ્કોના બહારી વિસ્તારમાં એક ડોમેસ્ટિક વિમાન દુર્ધટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 71 લોકોની મોત થઇ હતી. આ વિમાન રાજધાનીના ડોમોડેડોવો એરપોર્ટથી ઉડ્ડાન ભર્યું હતું. પણ ઉડ્ડાન ભરવાના થોડા જ સમયમાં તે હવામાં અકસ્માતનું ભોગ બન્યું હતું.

English summary
Russia plane crash, Russian plane crashes in Syria, russia plane 32 dead.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.