For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાસેથી છીનવી લેવાઈ બ્લેક બેલ્ટની ઉપાધિ

વર્લ્ડ તાઈક્વાંડોએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપવામાં આવેલી માનદ તાઈક્વાંડો બ્લેક બેલ્ટ પાછી લઈ લીધી છે.

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ વર્લ્ડ તાઈક્વાંડોએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપવામાં આવેલી માનદ તાઈક્વાંડો બ્લેક બેલ્ટ પાછી લઈ લીધી છે. રશિયાના યુક્રેન પર હુમલાને લઈને વિરોધ વ્યક્ત કરીને વર્લ્ડ તાઈક્વાંડોએ આ નિર્ણય લીધો છે. વર્લ્ડ તાઈક્વાંડોએ રશિયાની સેનાના યુક્રેન પર હુમલાની આકરી ટીકા કરી છે અને આને વિશ્વ શાંતિ માટે એક ગંભીર સંકટ કહ્યુ છે. પુતિનને વર્ષ 2013માં બ્લેક બેલ્ટની ઉપાધિ આપવામાં આવી હતી.

વર્લ્ડ તાઈક્વાંડોએ જાહેર કર્યુ નિવેદન

વર્લ્ડ તાઈક્વાંડોએ જાહેર કર્યુ નિવેદન

વર્લ્ડ તાઈક્વાંડોએ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને જાહેર કરેલા પોતાના નિવેદનમાં કહ્યુ છે - વિશ્વ તાઈક્વાંડો યુક્રેન પર રશિયાના હુમલાની આકરી નિંદા કરે છે. જે રીતે ત્યાં સામાન્ય લોકોના જીવ જઈ રહ્યા છે તે એક ક્રૂરતા છે. વિશ્વ તાઈક્વાંડોનોહેતુ હંમેશાથી જ શાંતિ અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે. વિશ્વ તાઈક્વાંડોને લાગે છે કે જે યુક્રેનમાં થઈ રહ્યુ છે તે તેના મૂલ્યોની વિરુદ્ધ જાય છે. એવામાં અમે વ્લાદિમીર પુતિનને આપેલી બ્લેક બેલ્ટની ઉપાધી પાછી લેવાનો નિર્ણય કર્યો છે.

રશિયા પર લાગી ચૂક્યા છે ઘણા પ્રતિબંધ

રશિયા પર લાગી ચૂક્યા છે ઘણા પ્રતિબંધ

આ પહેલા ઈન્ટરનેશનલ જૂડો ફેડરેશને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો માનદ અધ્યક્ષનો દરજ્જો પણ છીનવી લીધો હતો. રવિવારે ઈન્ટરનેશનલ જૂડો ફેડરેશને વ્લાદિમીર પુતિનને માનદ અધ્યક્ષ અને એંબેસેડરના પદેથી સસ્પેન્ડ કર્યા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ પણ રશિયાના ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. યુએફાએ પણ આગલા આદેશ સુધી રશિયાના ક્લબો પર પ્રતિબંધ લગાવી દીધા છે. આ ઉપરાંત ફીપાએ રશિયાના 2022 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધુ છે.

 ગયા સપ્તાહે કર્યો છે રશિયાએ યુક્રેન પર હુમલો

ગયા સપ્તાહે કર્યો છે રશિયાએ યુક્રેન પર હુમલો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગયા સપ્તાહે ગુરુવારે યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનુ એલાન કરી દીધુ હતુ. ત્યારબાદ રશિયાની સેના યુક્રેનમાં ઘૂસી ગઈ છે. પાંચ દિવસથી યુક્રેન હુમલાનો સામનો કરી રહ્યુ છે અને ડરનો માહોલ છે. તમને જણાવી દઈએ કે રશિયા લાંબા સમયથી યુરોપીય સંગઠનો ખાસ કરીને નાટો સાથે યુક્રેનના જોડાણનો વિરોધ કરી રહ્યુ છે. આ ઉપરાંત પણ તેની ઘણી માંગો છે જેના પર તે યુક્રેનની સંમતિ ઈચ્છે છે. ક્યારેય સોવિયત સંઘનો હિલ્લો રહેલા યુક્રેનને લઈને પુતિનનુ કહેવુ છે કે યુક્રેન પશ્ચિમી દેશોના હાથની કઠપૂતળી બનેલુ છે. જેનાથી રશિયાની સુરક્ષા જોખમમાં પડી રહી છે.

English summary
Russia president Vladimir Putin stripped of Taekwondo black belt over Ukraine invasion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X