For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine Crisis : યુક્રેનથી ભારતીયોને બચાવવામાં પાકિસ્તાને કરી મદદ, એર ઈન્ડિયાના પાઈલટનો ખુલાસો

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રેસ્ક્યુ ઓપરેશન ખૂબ જ ઝડપ સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે. રવિવારની સવારે 250 ભારતીય નાગરિકોને બચાવીને એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

Russia Ukraine Crisis : યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રેસ્ક્યુ ઓપરેશન ખૂબ જ ઝડપ સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે. રવિવારની સવારે 250 ભારતીય નાગરિકોને બચાવીને એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાની AI 1942 બુકારેસ્ટથી દિલ્હી એરપોર્ટ સુધી ખાસ ચાર્ટર ફ્લાઇટ તરીકે સંચાલિત છે.

યુક્રેનમાં ફસાયેલા 250 વિદ્યાર્થીઓને રવિવારના રોજ વહેલી સવારે ભારત સરકાર દ્વારા એર ઈન્ડિયાના ખાસ વિમાનમાં દિલ્હી ખાતે પરત લાવવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના 31 વિદ્યાર્થીઓ હતા, તેમને ગુજરાત સરકાર દ્વારા રવિવારની સવારે એરપોર્ટથી ગુજરાત ભવન લાવી વોલ્વો બસ દ્વારા અમદાવાદ ખાતે રવાના કરવામાં આવ્યા છે. ઉપરોક્ત તસવીરમાં દિલ્હી સ્થિત નિવાસી આયુક્ત શ્રીમતિ આરતી કંવર વિદ્યાર્થીઓ સાથે નજરે પડે છે.

પાકિસ્તાન તરફથી મળી સહાય

પાકિસ્તાન તરફથી મળી સહાય

એર ઈન્ડિયાના વિમાનના પાઈલટ ઈન કમાન્ડ કેપ્ટન અચિંત ભારદ્વાજે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ ANI સાથેની ખાસ વાતચીત દરમિયાન ભારતના બચાવઅભિયાન દરમિયાન પાકિસ્તાનની મોટી મદદનો ખુલાસો કર્યો છે.

અચિંતે જણાવ્યું હતું કે, પાકિસ્તાને બચાવ અભિયાન દરમિયાન તેના હવાઈ માર્ગનો ઉપયોગ કરવાનીસીધી પરવાનગી આપી, જે ખૂબ જ રસપ્રદ છે.

પાયલોટ ઇન કમાન્ડ કેપ્ટન અચિંત ભારદ્વાજે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સહિત તમામ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ખાલી કરાવવાના મિશન દરમિયાન મદદ કરી રહ્યાછે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન તરત જ ભારતને મદદ કરવા તૈયાર થઈ ગયું હતું.

પાકિસ્તાને હવાઈ માર્ગ ખોલ્યો

પાકિસ્તાને હવાઈ માર્ગ ખોલ્યો

બચાવ કામગીરીમાં શામેલ એર ઈન્ડિયાના પાઈલટ ઈન કમાન્ડ કેપ્ટન અચિંત ભારદ્વાજે જણાવ્યું કે, રસપ્રદ વાત એ છે કે, પહેલા રોમાનિયન અને પછી દિલ્હી અનેત્યાંથી તેહરાન થઈને પાકિસ્તાન તરફથી અમને તમામ ATC નેટવર્ક્સ તરફથી સારુ સમર્થન મળ્યો છે.

પાકિસ્તાને પણ અમને કોઈ પ્રશ્ન પૂછ્યા વગર સમયબચાવવા માટે તેના એર વે ડાયરેક્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી, જેના કારણે અમારો ઘણો સમય બચ્યો છે.

એર ઈન્ડિયાના પાયલોટનો આ ખુલાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે છેલ્લા બે વર્ષથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ થઈ રહ્યા છે અને પાકિસ્તાનેભારત માટે તેનો હવાઈ માર્ગ બંધ કરી દીધો છે.

જોકે, અમુક પ્રસંગોએ જ પાકિસ્તાન ભારત માટે તેનો હવાઈ માર્ગ ખોલે છે. પાકિસ્તાને વારંવાર ભારતીય રાષ્ટ્રપતિમાટે હવાઈ માર્ગનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો છે.

બે ડઝન સભ્યો બચાવ કામગીરીમાં રોકાયેલા

બે ડઝન સભ્યો બચાવ કામગીરીમાં રોકાયેલા

એર ઈન્ડિયાના સ્પેશિયલ એરક્રાફ્ટના બે ડઝનથી વધુ ક્રૂ મેમ્બર્સ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. રોમાનિયાથીભારતની વિશેષ ફ્લાઇટ માટે પાંચ પાયલટ, 14 કેબિન ક્રૂ, ત્રણ એરક્રાફ્ટ એન્જિનિયર અને બે સુરક્ષા કર્મચારીઓ તૈનાત હતા.

કેપ્ટન અંચિત ભારદ્વાજને જ્યારે તેમનીસામે આવી રહેલા પડકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું, તે એક સારી રીતે સંકલિત પ્રયાસ હતો.

તેમને (ભારતીય વિદ્યાર્થીઓ)ને આપણા દેશમાં પાછા લાવવું અમારા માટે ખાસ વાત હતી. અમે આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે ખુશ છીએ.

કેપ્ટને કહ્યું, અમેરોમાનિયા રૂટ પર ઉડાન ભરી નથી, પરંતુ સામાન્ય રીતે રોમાનિયા ઉપરથી યુરોપ માટે ઉડાન ભરીએ છીએ, પરંતુ ભારત સરકારે ATCને વિનંતી કરી છે. આ સાથેમળીને એક મહાન સિનર્જી બનાવવામાં આવી છે.

અંચિત ભારદ્વાજ ખૂબ જ બહાદુર પાઈલટ છે

અંચિત ભારદ્વાજ ખૂબ જ બહાદુર પાઈલટ છે

ઉલ્લેખનીય છે કે, આ મહિને એર ઈન્ડિયાનું એક પ્લેન બ્રિટનમાં ભયંકર તોફાનમાં ફસાઈ ગયું હતું અને એર ઈન્ડિયાના પાઈલટે ઘણી મુશ્કેલી બાદ વાવાઝોડામાં ખરાબરીતે ફસાયેલા અને ડૂબેલા વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનને વચ્ચે ફસાયેલા પાઇલટનું નામ અચિંત ભારદ્વાજ છે.

વડાપ્રધાને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

વડાપ્રધાને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

રશિયા સામે અસહાય અનુભવતા યુક્રેન ફરી એકવાર મદદ માટે ભારત તરફ નજર કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આજે​ટ્વિટ કર્યું કે, તેમણેભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેનની સ્થિતિથી વાકેફ કર્યા અને રાજકીય સમર્થન માટે વિનંતી કરી હતી.

બંને રાજ્યોના વડાઓ વચ્ચેની વાતચીત વિશે વધુ વિગતો આપતા પીએમઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીસાથે વાત કરી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. વડાપ્રધાને ચાલી રહેલા સંઘર્ષને કારણે જાનમાલનાનુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે હિંસા અને સંવાદનો તાત્કાલિક અંત લાવવા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતેયોગદાન આપવાની ભારતની ઈચ્છા દર્શાવી છે. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની વાત પણ કરી છે.

English summary
Russia Ukraine Crisis : Helping Pakistan rescue Indians from Ukraine, Air India pilot reveals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X