For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનની હોસ્પિટલો પર પણ બૉમ્બ નાખી રહી છે રશિયન સેના, અત્યાર સુધી 43 હુમલામાં માર્યા ગયા છે 12 લોકો

રશિયાની સેના યુક્રેનની હોસ્પિટલોને પણ હવે ટાર્ગેટ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

જિનેવાઃ રશિયાની સેના યુક્રેનની હોસ્પિટલોને પણ હવે ટાર્ગેટ કરી રહી છે. છેલ્લા 22 દિવસોથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાની સેનાએ યુક્રેનની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને પણ નિશાન બનાવ્યા છે અને તેના પર ઓછામાં ઓછા 43 હુમલામાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 34 લોકો આમાં ઘાયલ છે. આ માહિતી વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી આપવામાં આવી છે.

WHO

'હેલ્થ કેર સિસ્ટમ પર હુમલો, આંતરરાષ્ટ્રીય કાયદાનુ ઉલ્લંઘન'

ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબિયસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આપેલા પોતાના એક નિવેદનમાં કહ્યુ કે, 'યુક્રેનમાં હેલ્થ કેર સેન્ટરો પર થઈ રહેલા હુમલામાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. ક્યારેય અને ક્યાંય પણ હુમલાઓને યોગ્ય ન ગણી શકાય. અમે યુક્રેનમાં જોઈ રહ્યા છે કે કેવી હેલ્થ કેર સિસ્ટમ પર હુમલા કરીને લોકોને તત્કાલ આરોગ્ય સેવાઓથી વંચિત કરવામાં આવી રહ્યા છે.'

માનસિક આરોગ્ય સેવાઓ પર પણ પડી રહી છે યુદ્ધની અસર

ડૉ. ટેડ્રોસે આગળ જણાવ્યુ છે કે યુક્રેનમાં માનસિક આરોગ્ય સેવાઓ પણ યુદ્ધના કારણે ઘણી વધુ પ્રભાવિત થઈ રહી છે. તેમણે જણાવ્યુ કે યુક્રેની મનોરોગ હોસ્પિટલોમાં 35,000થી વધુ માનસિક સ્વાસ્થ્ય રોગીઓ અને દીર્ઘકાલીન દેખરેખ સુવિધાઓ સાથે-સાથે જરુરી વસ્તુઓ જેવી કે દવા, ભોજન, હીટિંગ, ધાબળાની ઉણપ જોવા મળી રહી છે.

700થી વધુ સામાન્ય લોકોના થઈ ચૂક્યા છે મોત

તમને જણાવી દઈએ કે અધિકૃત આંકડા મુજબ યુક્રેનમાં 15 માર્ચ સુધી યુદ્ધના કારણે 726 સામાન્ય નાગરિકોના મોત રશિયન સેનાના હુમલામાં થઈ ચૂક્યા છે. આમાં 52 બાળકો શામેલ છે. જો કે, વાસ્તવિક આંકડાની વાત કરીએ તો 63 બાળકો સહિત 1174 ઘાયલોની સંખ્યા સહિત માર્યા ગયેલા લોકોની સંખ્યા ઘણી વધુ હોવાની સંભાવના છે. રશિયન સેના હવે રહેણાંક ઈમારતો, હોસ્પિટલોને નિશાન બનાવી રહી છે.

English summary
Russian army over 43 attacks on Ukrainian health care facilities, many people died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X