For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ભારત આવશે રશિયાના પ્રેસિડન્ટ, 20 મહત્વની ડીલ પર થશે હસ્તાક્ષર

આજે ભારત આવશે રશિયાના પ્રેસિડન્ટ, 20 મહત્વની ડીલ પર થશે હસ્તાક્ષર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન આજે ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પુતિન અહીં પર 19મા ભારત-રૂસ વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેશે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રમ મોદીને પુતિન મળશે. પુતિનની આ સફર દરમિયાન રક્ષા, પરમાણુ, ઉર્જા, અંતરિક્ષ અને અર્થવ્યવસ્થાથી જોડાયેલ 20 જેવી ડીલ પર હસ્તાક્ષર થશે. ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારત અને રશિયા વચ્ચે થનાર એસ-400 એર એન્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલ પર બધા નજર ટેકાવીને બેઠા છે. પાંચ બિલિયન ડૉલરની આ ડીલ પર હસ્તાક્ષર થયા બાદ ભારત પર અમેરિકા તરફથી પ્રતિબંધની સંભાવના વધી જશે.

જોઈન્ટ એક્સરસાઈઝનું એલાન

જોઈન્ટ એક્સરસાઈઝનું એલાન

પુતિનના આ ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે કાઉન્ટર-ટેરરિઝ્મ એક્સરાઈઝ ઈન્દ્રા- 2018નું એલાન થશે. આ જૉઈન્ટ એક્સરસાઈઝ 18 નવેમ્બરથી શરૂ થઈને 28 નવેમ્બરે ખતમ થશે. વિદેશ નીતિના મામલામાં પુતિનના સલાહકાર યૂરી ઉષાકોવે આ વાતની પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિની દેખરેખમાં એસ 400 એર ડિફેન્સ સિસ્ટમની ડીલ સાઈન થશે. રશિયાની સરકાર તરફથી પહેલી વાર આ ડીલને લઈને સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. વર્ષ 2012માં ઉષાકોવને પુતિનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1998માં રશિયન રાજદૂત તરીકે અમેરિકા પહોંચ્યા હતા અને 10 વર્ષ સુધી તેઓ રાજદૂત તરીકે વૉશિંગ્ટનમાં તહેનાત રહ્યા હતા.

એસ-400 ડીલ પર સૌની નજર

એસ-400 ડીલ પર સૌની નજર

અમેરિકા અને રશિયાની વચ્ચે આ સમયે તણાવનો માહોલ છે જેને કારણે જ એસ-400 ડીલ પર સૌની નજર ટકેલી છે. અમેરિકાએ સ્પષ્ટ કહી દીધું કે રશિયા સાથે કોઈપણ પ્રકારની ડીલ કરી તો તેઓ પોતાના સાથીઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. ઉષાકોવે મોસ્કોમાં મીડિયા સાથે વાતચીત કરતાં આ વાતની જાણકારી આપી હતી કે ભારત અને રશિયા વચ્ચે 20થી વધુ ડીલ પર હસ્તાક્ષર થશે. શુક્રવારે પીએમ મોદી ્ને રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક જોઈન્ટ સ્ટેટમેન્ટ રજૂ કરશે.

આર્મી ડીલને કારણે ચીન પર પ્રતિબંધ લાગ્યો

આર્મી ડીલને કારણે ચીન પર પ્રતિબંધ લાગ્યો

એસ-400 એર ડિફેંસ સિસ્ટમની ડીલ પાંચ બિલિયન ડોલરની ડીલ થનાર છે. ડીલ સાઈન થતા પહેલા અમેરિકા તરફથી અપ્રત્યક્ષ રીતે દિલ્હીને પ્રતિબંધોની ધમકી આપી દેવામાં આવી છે. અમેરિકાએ બુધવારે પોતાના સાથીઓને અપીલ કરી છે કે તેઓ રશિયાની સાથે થતા વ્યાપારિક સંબંધોથી બચે. જો એવું નહિ કરે તો તેમના પર અમેરિકી પ્રતિબંધોનો ખતરો વધી શકે છે. પાછલા મહિને અમેરિકાએ કાટ્સા એટલેકે કાઉંટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેંક્શંસ એક્ટ અંતર્ગત પ્રતિબંધ લાગુ કરવાનો નવો નિયમ જોડી દીધો હતો. ઓગસ્ટમાં આવેલા આ નવા નિયમ અંતર્ગત વ્હાઈટ હાઉસ તરફથી ચીન પર રશિયન મિસાઈલ ડિફેન્સ અને ફાઈટર જેટ ખરીદ્યા બાદ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

પ્રોટીનના વિકાસ પર 3 વૈજ્ઞાનિકોને રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર પ્રોટીનના વિકાસ પર 3 વૈજ્ઞાનિકોને રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર

English summary
Russian President Vladimir Putin is in India today to take part in 19th India-Russia annual bilateral summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X