For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરબજીતને વિદેશ નહીં મોકલાય; પાકિસ્તાન સમિતિનો નિર્ણય

|
Google Oneindia Gujarati News

sarabjit-singh
લાહોર, 29 એપ્રિલ : ભારતીય કેદી સરબજીત સિંહને સારવાર માટે ભારત પાછો મોકલી દેવો જોઈએ એવી તેના પરિવારજનોએ માગણી કરી છે ત્યારે પાકિસ્તાને સરબજીતને સારવાર માટે વિદેશ મોકલવો કે નહીં તેનો નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિએ નિર્ણય લીધો છે કે સરબજીતને વિદેશ મોકલવાની જરૂર નથી.

સરબજીતની હાલતમાં કોઈ સુધારો થયો નથી. લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં તેની સારવાર કરનાર ડોક્ટરોએ કહ્યું છે કે તેના બચવાની શક્યતા બહુ ઓછી છે. સરબજીતના પરિવારજનો લાહોરમાં જ છે અને તેને સારવાર માટે ભારત પાછો લઈ જવા માટે ભારત સરકારને વિનંતી કરી છે.

સરબજીત પર ગયા શુક્રવારે લાહોરની કોટ લખપત જેલમાં ચાર-પાંચ સાથી કેદીઓએ હુમલો કર્યો હતો. તેમણે એના માથા પર ઈંટ મારી હતી. જેને લીધે સરબજીત કોમામાં સરી પડ્યો છે. સરબજીતને ભારતનો જાસુસ ગણીને અને 1990માં પાકિસ્તાનમાં 14 જણનો ભોગ લેનાર બે બોમ્બ ધડાકાના કાવતરામાં તેની સંડોવણી બદલ પાકિસ્તાનની કોર્ટે તેને ફાંસીની સજા ફરમાવી છે.

પાકિસ્તાન સરકારે સરબજીતને વિદેશ મોકલવો કે કોઈ વિદેશી ન્યુરોસર્જનને પાકિસ્તાનમાં બોલાવવા તે અંગે ચાર સભ્યોની એક સમિતિની રચના કરી છે.

English summary
Sarbajit not sent abroad; Pak Committee decision.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X