For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સહિત 16 દેશો પર સાઉદી અરબની સરકારે યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ

સાઉદી અરબે પોતાના નાગરિકો પર ભારત સહિત 16 દેશોની યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સાઉદી અરબે પોતાના નાગરિકો પર ભારત સહિત 16 દેશોની યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે રીતે છેલ્લા અમુક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેને જોતા સાઉદી અરબે આ પ્રતિબંધ લગાવ્યો છે. સાઉદી અરબે ભારત ઉપરાંત લેબનાન, સીરિયા, ટર્કી, અફઘાનિસ્તાન, ઈરાન, યેમેન, સોમાલિયા, ઈથોપિયા, ડેમોક્રેટિક રિપલ્બિક ઑફ કૉન્ગો, લીબિયા, ઈંડોનેશિયા, વિયેતનામ, અર્મેનિયા, બેલારુસના નાગરિકો પર પણ સાઉદી અરબની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ સાઉદીની સરકારે આ દેશોમાં આંતરરાષ્ટ્રીય ઉડાન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

saudi

હાલમાં સાઉદી સરકારે તેના નાગરિકો પર આ પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, અત્યાર સુધી એવી કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી જેમાં ભારતના નાગરિકોને સાઉદી અરેબિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય. સાઉદી સરકારે તેના નાગરિકોને ખાતરી આપી છે કે અત્યાર સુધીમાં દેશમાં મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર અબ્દુલ્લા અસિરીએ કહ્યું કે દેશમાં મંકીપોક્સના એક પણ કેસને પકડવાની ક્ષમતા છે. સાથે જ જો ચેપનો કોઈ કેસ સામે આવે છે, તો અમે તેનો સામનો કરી શકીએ છીએ. હાલમાં, મનુષ્યોમાં આ ચેપનો દર ઘણો ઓછો છે તેથી તે દેશોમાં ફેલાય તેવી શક્યતા નથી જ્યાં તેના કેસ નોંધાયા છે.

વળી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સના 80 કેસની પુષ્ટિ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર 11 દેશોમાં મંકીપોક્સના 80 કેસ નોંધાયા છે. અમે આ ચેપની હદને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાયરસ ઘણા દેશોમાં કેટલાક પ્રાણીઓમાં જોવા મળ્યો છે. બીજી તરફ કોરોના વોઈસની વાત કરીએ તો ભારતમાં હવે કોરોનાના માત્ર 14832 એક્ટિવ કેસ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 2022 નવા કેસ નોંધાયા છે અને 46 લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

English summary
Saudi Arabia ban its citizens to travel to 16 countries including India amid corona surge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X