For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટેનમાં જ રહેશે સ્કૉટલેંડ, આઝાદીનું અભિયાન નિષ્ફળ

|
Google Oneindia Gujarati News

લંડન, 19 સપ્ટેમ્બર: સ્કૉટલેંડ વાસીઓએ બ્રિટેનની સાથે પોતાનો 307 વર્ષ જુનો સંબંધ યથાવત રાખવાનો આજે ઐતિહાસિક નિર્ણય આપી દીધો છે, જેની સાથે જ આઝાદીના અભિયાનને ધરાશાયી કરવાની સાથે જ બ્રિટેનની અંખડતાને લઇને ચિંતિત લોકો અને વડાપ્રધાન ડેવિડ કેમરુનને મોટી રાહત પહોંચાડી.

બ્રિટેનની સાથે રહેવા અથવા અલગ એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવવાને લઇને ગઇકાલે સ્કૉટલેંડમાં કરવામાં આવેલું મતદાનનું પરિણામ બ્રિટેનના પક્ષમાં રહ્યું. આનાથી પક્ષમાં 55 વોટ પડ્યા, જ્યારે વિપક્ષમાં 45 ટકા વોટ પડ્યા. જોકે મતોની ટકાવારીના હિસાબે આઝાદીના સમર્થકો અને વિરોધીઓની વચ્ચેનું અંતર કંઇ વધારે નથી રહ્યું.

વડાપ્રધાન કેમરૂને પરિણામો પર ખુશી જાહેર કરતા સ્કૉટલેંડ વાસીઓ અને બ્રિટેનની એકતા બનાવી રાખવા માટે તનતોડ પ્રયત્નો કરનારા નેતાઓનો આભાર માન્યો. બ્રિટેનના ઉપ-વડાપ્રધાન નિક ક્લેગે પરિણામોને ખૂબ જ ઉત્સાહજનક ગણાવ્યા.

બીજી બાજું આઝાદીનું અભિયાન ચલાવનાર સ્કૉટિશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા એલેક્સ સાલમંડે જનમત સંગ્રહમાં મળેલી હારને શાલીનતાની સાથે સ્વીકાર કરતા જણાવ્યું કે સ્કૉટલેંડની જનતાએ બ્રિટેનની સાથે રહેવાનો ફેસલો સંભળાવ્યો છે. હું તેમના આ નિર્ણયનું સન્માન કરુ છું. પરંતુ સરકારે પણ તેનું સન્માન કરુ છું. પરંતુ સરકારે પણ તેનું સન્માન કરતા સ્કૉટલેંડને વધારેમાં વધારે સ્વાયત્તા આપવા પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. જોકે પાર્ટીના ઉપનેતા નિકોલા સ્ટજિયોને પરિણામો પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું કે લાગે છે કે અમારા અભિયાનમાં ક્યાંક કોઇ ઊણપ રહી ગઇ.

English summary
55% Scotland says No to independence, Cameron congratulates campaigners. the final figures: 55% said No to independence; 45% said yes; Turnout 84.5%
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X