ફ્લોરિડા આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર થયું ફાયરિંગ, 5ની મોત

Posted By:
Subscribe to Oneindia News

ફ્લોરિડાના ફોર્ડ લોડરડેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે ફાયરિંગમાં 5 લોકોની મોત થઇ છે. અને 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ઓછામાં ઓછા 9 લોકો પર ગોળી ચલાવવામાં આવી છે. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર છે. પોલિસે ગોળી ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. અને એરપોર્ટના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે.

flight

પોલીસે એરપોર્ટ કર્યો સીલ

જે ટ્વીટ જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ આ ઘટના પછી એરપોર્ટને સીલ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ટર્મિનલ 2માં બેગેઝ કાઉન્ટર પાસે ગોળીબારી થઇ હતી. જે બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડ્યા હતા.


હુમલાખોર પાસે આર્મી આઇડી કાર્ડ

ન્યુઝ એજન્સી એપીના કહેવા મુજબ ફ્લોરિડાના આ હુમલાખોર પાસેથી મિલિટ્રીનું આઇડી કાર્ડ મળ્યું છે. જો કે હજી સુધી તે વાત સ્પષ્ટ નથી થઇ કે આ આઇડી કાર્ડ તેનું છે કે કોઇ બીજાનું. નોંધનીય છે કે હુમલો થયો ત્યારે ત્યાં લગભગ 73000 લોકો હોવાનું અનુમાન છે. વળી આ હુમલા પછી ત્યાં 60 જેટલી ફ્લાઇટો થોડા સમય માટે રદ્દ કરવામાં આવી છે.

English summary
Several people shot at Floridas Fort Lauderdale airport suspect in custody.
Please Wait while comments are loading...