• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાનમાં હિન્દૂ યુવતીની હત્યામાં શોએબ અખ્તરે ન્યાય માંગ્યો

|

પાકિસ્તાનમાં હાલમાં હિન્દૂ મેડિકલ વિધાર્થિનીની રહસ્યમય હત્યા સામે દેખાવો થઈ રહ્યા છે. આ પ્રદર્શનને હવે પૂર્વ ક્રિકેટર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા શોએબ અખ્તરનો અવાજ મળ્યો છે. અખ્તરે વડા પ્રધાન ઇમરાન ખાન અને સંબંધિત અધિકારીઓ પાસેથી હત્યામાં ન્યાયની માંગ કરી છે. આ દિવસોમાં નમ્રતા ચંદાની નામની હિન્દુ મેડિકલ વિધાર્થિનીની મોત બાદ હંગામો મચાવ્યો છે. મંગળવારે કરાચીમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા અને ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. આ હત્યાકાંડ પછી નમ્રતા માટે ન્યાયની માંગ સાથે સોશ્યલ મીડિયા પર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ડેન્ટલની સ્ટુડન્ટ હતી નમ્રતા

નમ્રતા ચંદાની ઘોટકીના મીરપુર માથેલો તાલુકાની રહેવાસી હતી. નમ્રતા, બીબી આસિફા ડેન્ટલ કોલેજ, લરકણામાં અંતિમ વર્ષની વિદ્યાર્થી હતી. તેનો મૃતદેહ ચરપાઈ પર મળી આવ્યો હતો અને તેના ગળામાં દોરડું બાંધી દેવામાં આવ્યું હતું. શોએબે પોતાના ટ્વિટમાં કહ્યું, 'યુવાન નિર્દોષ યુવતી નમ્રતાના મોત વિશે સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. હું આશા રાખું છું કે તેને ન્યાય મળે અને અસલી ગુનેગારો પકડાય. મારું હૃદય દરેક પાકિસ્તાની માટે ધડકે છે પછી તે કોઈ પણ ધર્મનો હોય. તેના આત્માને શાંતિ મળે. ' સાથે જ પોલીસનું કહેવું છે કે આ યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઈ છે કે કેમ તે કહેવું મુશ્કિલ છે.

સોશ્યિલ મીડિયા પર કેમ્પેઇન

સોશ્યિલ મીડિયા પર કેમ્પેઇન

નમ્રતાને ન્યાય અપાવવા માટે ફેસબુક પર 'જસ્ટિસ ફોર નમ્રતા' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નમ્રતાના ભાઈ ડોક્ટર વિશાલ સુંદરે તેને હત્યા ગણાવી છે. તેમનું કહેવું છે કે તેની બહેનની હત્યા કરવામાં આવી છે. વિશાલ કહે છે કે તે લઘુમતી હોવાને કારણે તેમને આ કેસમાં લોકોનો ટેકો જોઈએ છે.પાકિસ્તાનની વેબસાઇટ ટ્રિબ્યુન ડોટ કોમ અનુસાર ચંદાણીના સાથીઓએ કહ્યું છે કે તેણે ઘણી વાર દરવાજો ખટખટાવ્યો અને જ્યારે કોઈએ બારણું ખોલ્યું નહીં. તેથી તેઓ ચિંતિત હતા. ત્યારબાદ તેણે હોસ્ટેલના ચોકીદારને બોલાવ્યો અને પછી દરવાજો તોડ્યો હતો અને નમ્રતાની લાશ પથારી પર પડી હતી.

તપાસ માટે કમિટી બનાવવામાં આવી

તપાસ માટે કમિટી બનાવવામાં આવી

વાઇસ ચાન્સેલર ડોક્ટર અનિલા અતાઉર રહેમાને કહ્યું કે આ ઘટના આત્મહત્યા હોવાનું જણાય છે પરંતુ પોલીસ અને મેડિકો લીગલ મોતનું કારણ શોધી રહ્યા છે. વાસ્તવિકતા પોસ્ટ મોર્ટમ પછી જ બહાર આવશે. રહેમાને કહ્યું કે ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીની અધ્યક્ષતા ચંદક મેડિકલ કોલેજ, લરકણાના આચાર્ય કરશે.

શીખ યુવતીના વીડિયોથી હંગામો

શીખ યુવતીના વીડિયોથી હંગામો

આ ઘટનાના થોડા દિવસો પહેલા, શીખ પરિવારનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓએ તેમની પુત્રીનું અપહરણ કર્યું હતું અને બળજબરીથી તેને ઇસ્લામ ધર્મ પરિવર્તિત કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વીડિયો પછી, પાકિસ્તાન સત્તાધીશોને પગલાં લેવા દબાણ કરવામાં આવ્યું હતું.

Video: પાકિસ્તાનની BAT ટીમની ઘૂસણખોરી કેવી રીતે નિષ્ફળ રહી

English summary
Shoaib Akhtar demands justice for the murder of a Hindu woman in Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X