For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US આર્મી બેઝ ફોર્ટ હૂડમાં ગોળીબાર; ચારના મોત

|
Google Oneindia Gujarati News

ટેક્સાસ, 3 એપ્રિલ : યુએસ આર્મીના ફોર્ટ હૂડ ખાતેના આર્મી બેસ કેમ્પ ખાતે એક જવાને ખુલ્લેઆમ ફાયરિગં કરતા પાંચ લોકોનો મોત થયા છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલ અનુસાર સૈનિકે આત્મહત્યા કરતા પહેલા ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સૈનિક પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક તણાવને કારણે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.આ ઘટનાએ વર્ષ 2009માં થયેલા હુમલાની યાદ અપાવી છે.

બુધવારે અન્ય સૈનિક સાથે બોલાચાલી થતા 34 વર્ષીય જવાન ઇવાન લોપેઝે અધાંધૂધ ફાયરિંગ કર્યું. આ સમગ્ર ઘટનામાં ફોર્ટ હૂડમાં 16 લોકો ઘવાયા છે. ફાયરિંગ કર્યા બાદ જવાને પોતાની જાતને પણ ગોળી મારી હતી. મૃત્યુ પામનારા તમામ સેનાકર્મીઓ હતા. આ જવાને 45 કેલિબર સ્મિથ એન્ડ વિસ્સોન સેમી ઓટોમેટિક પિસ્તોલ દ્વારા આ ફયરિંગ કર્યું હતું.

fort-hood-shooting

ફારયિંગ કરનાર જવાને વર્ષ 2011માં ચાર મહિના ઇરાકમાં પોસ્ટિંગ હતી. ત્યાર બાદ તેને સારવાર અર્થે અહીં ખસેડાયો હતો. આ જવાન પોસ્ટ-ટ્રુમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડિત હતો.

આ ઘટનાથી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અત્યંત વ્યથિત થયા છે. શિકાગોથી તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું છે કે સ્થિતિ હવે કાબૂમાં છે અને ઘટનાની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા ટીમને સોંપી દેવામાં આવી છે. હવે તમામ સુરક્ષિત રહે તેનું ધ્યાન રાખવામાં આવશે.

English summary
A soldier opened fire at Fort Hood, an army base in Texas and scene of a massacre in 2009, killing four people and wounding at least 11 others before taking his own life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X