For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ મહામારી વચ્ચે સાઉથ કોરિયામાં ચૂંટણી થઈ, પ્રેસિડેન્ટ મૂન જેની સત્તામાં વાપસી થઈ

કોરોના વાયરસ મહામારી વચ્ચે સાઉથ કોરિયામાં ચૂંટણી થઈ, પ્રેસિડેન્ટ મૂન જેની સત્તામાં વાપસી થઈ

|
Google Oneindia Gujarati News

સિયોલઃ સાઉથ કોરિયામાં કોરોના વાયરસ મહામારી વચ્ચે થયેલ ચૂંટણીમાં પ્રેસિડેન્ટ મૂન જે ઈનની ડેમોક્રેટિક પાર્ટીએ વિશાળ જીત હાંસલ કરી છે. સાઉથ કોરિયા દુનિયાનો પહેલો દેશ છે જ્યાં મહામારી વચ્ચે પ્રેસિડેન્શિયલ ચૂંટણી કરાવવામાં આી. ચૂંટણી દરમિયાન સુરક્ષા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના તમામ ઉપાયો અપનાવવામાં આવ્યા હતા. મૂનની પાર્ટીને 300 સીટવાળી નેશનલ એસેમ્બલીમાં 163 સીટ મળી છે.

south korea

1987 બાદ પહેલીવાર ચૂંટણી

ડેમોક્રેટિક પાર્ટીની સહ પાર્ટી પ્લેટફોર્મ પાર્ટીને પણ 17 સીટ મળી છે અને આવી રીતે મૂનની સરકાર પાસે 180 સીટ થઈ ગઈ છે. 35 જેટલી પાર્ટીઓએ ઉમેદવારોને ઉભા કર્યા હતા. પરંતુ મુકાબલો લેફ્ટ વિચારધારાવાળી ડેમોક્રેટિક પાર્ટી અને કંજર્વેટિવ પક્ષ તથા યૂનાઈટેડ ફ્યૂચર પાર્ટી વચ્ચે રહી ગયો હતો. યૂનાઈટેડ ફ્યૂચર પાર્ટી અને તેના સંસદીય ભાગીદારો 103 સીટ જીતે તેવી ઉમ્મીદ છે. માનવામાં આવી રહ્યું છે કે જેવી રીતે મૂનની સરકારના નેજા હેઠળ દેશે કોરોના વાયરસ મહામારીનો સામનો કર્યો તેણે જનતા પર પોતાનો પ્રભાવ નાખ્યો છે. મહામારીમાં સ્થિતિ સંભાળ્યા બાદ આખી દુનિયામાં સાઉથ કોરિયામાં વર્ષ 1987 બાદ પહેલીવાર ચૂંટણી થઈ. મૂનની પાર્ટી 33 વર્ષ બાદ થયેલ ચૂટણીમાં બહુમત હાંસલ કરનાર પહેલી પાર્ટી બની ગઈ છે. માત્ર એટલું જ નહિ 16 વર્ષોમાં આવું પહેલીવાર બન્યું જ્યારે લેફ્ટ વિચારધારા વાળી પાર્ટીને બહુમત હાંસલ થઈ શક્યું હોય.

હાલ 60,000 લોકો ક્વારંટાઈનમાં

સાઉથ કોરિયામાં મતપત્ર દ્વારા વોટિંગ થયું હતું. અહીં પર વોટર્સે પોતાના હાથ સેનિટાઈઝરથી સાફ કર્યા હતા. તેમણે માસ્ક પહેર્યા હતા અને સાથે જ પ્લાસ્ટિક ગ્લાઉઝ પણ પહેરવા દેવામાં આવ્યા હતા. દરેક મદાતા વચ્ચે 1 મીટરનું અંતર રાખવામાં આવ્યું હતું અને શરીરનું તાપમાન ચેક કરવામાં આવ્યું હતું. જેમના શરીરનું તાપમાન 37.5 સેંટીગ્રેટથી વધુ આવે તેમને અલગ બનેલ એક બૂથમાં વોટ નાખવાનું હતું. સાઉથ કોરિયામાં હાલ 60 હજાર લોકોને ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી બાદ પણ દેશમાં 66 ટકાથી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 18 વર્ષમાં આ મતદાન ટકાવારી સૌથી વધુ છે. આ ઉપરાંત એ પણ પહેલીવાર હતું જ્યારે 18 વર્ષની ઉંમર પૂરી કરી ચૂકેલા મતદાતાઓએ પોતાનો વોટ નાખ્યો. 26 ટકા જનસંખ્યાએ પોતાનો વોટ પોસ્ટથી અથવા તો શુક્રવાર અને શનિવારે ક્વારંટાઈન સ્ટેશનોમાં બનેલ પોલિંગ બૂથ પર સૌથી પહેલા વોટ નાખ્યા હતા.

દિલ્હીમાં ફરી ઉડી લોકડાઉનની ધજ્જિયાં, યમુના પુલ નીચે સેંકડો મજૂરો એકઠા થયાદિલ્હીમાં ફરી ઉડી લોકડાઉનની ધજ્જિયાં, યમુના પુલ નીચે સેંકડો મજૂરો એકઠા થયા

English summary
South Korea: President Moon Jae-In wins parliamentary elections held amid Coronavirus outbreak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X