For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકા બ્લાસ્ટઃ હોટલમાં નાસ્તા માટે લાઈનમાં હતો હુમલાખોર અને દબાવી દીધુ બટન

શ્રીલંકા એક દશક બાદ થયેલા એક પછી એક આઠ સીરિયલ બ્લાસ્ટમાં 290 લોકોએ જીવ ગુમાવ્યા.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકા એક દશક બાદ થયેલા એક પછી એક આઠ સીરિયલ બ્લાસ્ટમાં 290 લોકોએ જીવ ગુમાવ્યા. આ હુમલાને અંજામ આપનાર આત્મઘાતી હુમલાખોર વિશે જે નવી માહિતી સામે આવી રહી છે તે મુજબ પહેલા હુમલાખોર હોટલના બુફેમાં નાસ્તા માટે લાઈનમાં ઉભો હતો. તે જ સમયે તેણે પીઠ પર બાંધેલા બેલ્ટને બ્લાસ્ટ કરી દીધો. ઈસ્ટરના પ્રસંગે શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા પાછળ તોહદ જમાતનું નામ સામે આવી રહ્યુ છે.

હુમલાની એક રાત પહેલા જ પહોંચ્યો હતો હોટલ

હુમલાની એક રાત પહેલા જ પહોંચ્યો હતો હોટલ

રવિવારે હુમલાખોર શ્રીલંકાની સિનામૉન ગ્રાંડ હોટલમાં હતો. અહીં તે બહુ શાંતિ અને ધૈર્ય સાથે બફેની લાઈનમાં પોતાના નાસ્તાની રાહ જોઈ રહ્યો હતો. કોઈને અંદાજો પણ નહોતો કે અમુક જ સેકન્ડ્ઝ બાદ ત્યાં સેંકડો લોકોની હત્યા કરવાનો છે. હુમલાની એક રાત પહેલા તે ત્યાં પહોંચ્યો હતો અને તેનુ નામ મોહમ્મદ અજામ મોહમ્મદ નોંધવામાં આવ્યુ છે. સિનેમૉન હોટલના રેસ્ટોરન્ટમાં થયેલા હુમલા પાછળ અજામનો હાથ હતો. સિનેમૉન હોટલના તાપ્રોબેન રેસ્ટોરન્ટમાં પણ એક બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચોઃ શ્રીલંકાના 8 બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290ને પાર, એરપોર્ટ પાસેથી મળ્યો વધુ એક બોમ્બઆ પણ વાંચોઃ શ્રીલંકાના 8 બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290ને પાર, એરપોર્ટ પાસેથી મળ્યો વધુ એક બોમ્બ

ઈસ્ટર અને સન્ડેના કારણે ઘણી ભીડ

ઈસ્ટર અને સન્ડેના કારણે ઘણી ભીડ

હોટલ મેનેજરે પોતાનું નામ ન જણાવવાની શરતે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યુ, ‘રેસ્ટોરન્ટમાં અરાજકતાનો માહોલ હતો અને ચારે તરફ અફડાતફડી મચેલી હતી.' ઈસ્ટરના કારણે રેસ્ટોરન્ટમાં ઘણી ભીડ હતી અને ઈસ્ટર વીકેન્ડના કારણે રવિવારનો દિવસ સૌથી વ્યસ્ત હતો. મેનેજર તરફથી જણાવવામાં આવ્યુ કે સવારે લગભગ 8.30 વાગ્યા હતા અને બહુ જ ભીડ હતી. અહીં ફેમિલીઝ આવ્યા હતા. હુમલાખોર બફેની લાઈનમાં ઉભો અને પછી તેણે બટન દબાવી દીધુ. બ્લાસ્ટમાં હોટલનો તે મેનેજર મહેમાનોનું સ્વાગત કરી રહ્યો હતો. સ્થળ પર જ તેનું મોત થઈ ગયુ. હુમલાખોરના બૉડી પાર્ટ્સને પણ પોલિસ પોતાની સાથે લઈ ગઈ છે.

શ્રીલંકાનો જ રહેવાલી હતો બોમ્બર

શ્રીલંકાનો જ રહેવાલી હતો બોમ્બર

હોટલના એક અધિકારીએ જણાવ્યુ કે બોમ્બર કે જે શ્રીલંકાનો જ રહેવાસી હતો તેણે એક ખોટુ સરનામુ આપ્યુ હતુ. હોટલ ઓફિશિયલ્સની માનીએ તો હુમલાખોરે જણાવ્યુ કે તે શહેરમાં બિઝનેસના અનુસંધાનમાં આવ્યો હતો. સિનેમૉન હોટલ શ્રીલંકાના પ્રધાનમંત્રીનું અધિકૃત નિવાસસ્થાનથી નજીક છે અને આ કારણે હુમલા બાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સના કમાંડોઝ તરત જ હોટલ પર પહોંચી ગયા હતા.

ત્રણ ચર્ચ પણ બન્યા નિશાન

ત્રણ ચર્ચ પણ બન્યા નિશાન

કોલંબોમાં બીજી બે હોટલ શાંગરી - લા અને કિંગ્ઝબરીમાં પણ આ સમયે હુમલા થયા. આ ઉપરાંત ઈસ્ટર માસ આયોજિત કરનાર ત્રણ ચર્ચ પણ હુમલાના શિકાર બન્યા જ્યાં ઈસ્ટર સન્ડેના કારણે બહુ ભીડ હતી. કોલંબોના ઐતિહાસિક કેથોલિક ચર્ચ સેન્ટ એંથોનીઝમાં થયેલા બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ચર્ચની છતોની ટાઈલ્સ, કાચ અને લાકડાનું બનેલુ આખુ માળખુ સંપૂર્ણપણે ઉડી ગયો. શ્રીલંકામાં થયેલા હુમલામાં પાંચ ભારતીયો સહિત 35 વિદેશી નાગરિકોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ તમિલનાડુઃ મંદિરમાં ભાગદોડ, 7 શ્રદ્ધાળુઓના મોત, પીએમે કર્યુ વળતરનું એલાનઆ પણ વાંચોઃ તમિલનાડુઃ મંદિરમાં ભાગદોડ, 7 શ્રદ્ધાળુઓના મોત, પીએમે કર્યુ વળતરનું એલાન

English summary
Sri Lanka Blast: bomber queued at hotel buffet and then set off explosives strapped to his back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X