For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યુ છે શ્રીલંકા, મોટી સંખ્યામાં રાષ્ટ્રપતિના ઘરની બહાર એકઠા થયા પ્રદર્શકારી

શ્રીલંકાના લોકોએ ગુરુવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષના ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યુ.

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. જબરદસ્ત આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલ શ્રીલંકાના લોકોએ ગુરુવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષના ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યુ. પ્રદર્શનકારીઓના હાથમાં બેનર અને તખતીઓ હતી જેના પર લખ્યુ હતુ ગોટાબાયા પાછા જાવ. આ દરમિયાન પ્રદર્શનકારીઓની રાષ્ટ્રપતિ ભવનની બહાર પોલિસકર્મીઓ સાથે પણ ઝડપ થઈ. પોલિસે પ્રદર્શનકારીઓને વેર-વિખેર કરવા માટે વૉટર કેનન, અશ્રુ ગેસના ગોળોનો ઉપયોગ કર્યો.

srilanka

પ્રદર્શનકારીઓને જોતા રાજપક્ષેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેનાના જવાનોને અહીં તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીલંકા મીડિયા અનુસાર દેશની વર્તમાન સ્થિતિને સંભાળવામાં સરકારની નિષ્ફળતાને લઈને લોકોએ પ્રદર્શન કર્યુ. ડેઈલી મિરરના રિપોર્ટ મુજબ પોલિસે સ્થિતિને જોતા તત્કાલ પ્રભાવથી નૉર્થ કોલંબો, સાઉથ કોલંબો, કોલંબો સેન્ટ્રલ, નુગેગોડા પોલિસ ડિવીઝમાં કર્ફ્યુ લગાવી દીધો છે.

તમને જણાવી દઈએ કે શ્રીલંકાની આર્થિક સ્થિતિ કોરોના મહામારી બાદ ઘણી મુશ્કેલ સ્થિતિમાં પહોંચી ગઈ, દેશનુ પર્યટન ગંભીર રીતે પ્રભાવિત થયુ છે. શ્રીલંકા હાલમાં વિદેશી મુદ્રાની કમીનો સામનો કરી રહ્યુ છે જેના કારણે ઈંધણ, ઉર્જા, ગેસની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીલંકાએ મિત્ર દેશોને આ સંકટની ઘડીમાં મદદ કરવા માટે કહ્યુ છે. હાલમાં શ્રીલંકામાં રોજ 10 કલાકનો વીજ કાપ થઈ રહ્યો છે. શ્રીલંકાની મુદ્રાની વાત કરીએ તો એસએલઆર અમેરિકાના ડૉલરની સરખામણીમાં 90 સુધી પહોંચી ગયુ છે.

English summary
Sri Lanka: Protest at President house over economic crisis, curfew imposed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X