For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું

શું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઇ ચાલી રહેલ તણાવમાં દેશના 20 જવાન શહીદ થયા છે. બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન અમેરિકા તરફથી આ સમગ્ર મામલાને લઇ નિવેદન સામે આવ્યુ છે. વ્હાઇટહાઉસની પ્રેસ સેક્રેટરી કાયલી મૈકેનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એલએસી અને પૂર્વી લદ્દાખ પર જે થઇ રહ્યું છે તેની અમને જાણકારી છે. ભારત ચીન વચ્ચે જે કંઇપણ થઇ રહ્યું છે તેના પર અમારી નજર છે. અમે ભારતીય સેનાના નિવેદન જોયાં છે, જેમાં તેમણે કહ્યું કે 20 જવાનોના મોત થયાં છે, અમે તેમના પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઉપરાંત શું અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-ચીન વચ્ચે હસ્તક્ષેપ કરશે તેના પર પણ પ્રેસ સેક્રેટરી તરફથી નિવેદન આવ્યું છે.

કોઇ યોજના નથી

કોઇ યોજના નથી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પ્રેસ સેક્રેટરીને સવાલ પૂછવામાં આવ્યું કે શું ડોનાલ્ડ ટ્રમ્પ આ મામલે હસ્તક્ષેપ કરશે, તેના પર તેમણે હ્યું કે હાલ આની કોઇ ઔપચારિક યોજના નથી. જણાવી દઇએ કે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાની કોશિશો તેજ થઇ ગઇ છે. ચીની વિદેશ મંત્રાલયના હવાલેથી ન્યૂજ એજન્સી રૉયટર્સે દાવો કર્યો કે ચીને ભારત સાથે સીમા પર અથડામણનો મુદ્દો નિષ્પક્ષ તરીકે ઉકેલવા પર સહમતી જતાવી છે.

ભારતે ચીનને સખ્ત સંદેશો પાઠવ્યો

ભારતે ચીનને સખ્ત સંદેશો પાઠવ્યો

ચીની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેઓ શક્ય હોય તેટલી જલદી પાછળ હટવા અને તણાવ ઓછો કરવાની કોશિશ કરશે. આ દરમિયાન સીમા પર ચાલી રહેલ તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના સમકક્ષ ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર આ ઘટનાક્રમને લઇ વાતચીત કરી છે. ગલવાન ઘાટીામં હિંસા પર વિદેશ મંત્રી એસ જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ યીને સખ્ત સંદેશ આપ્યો છે. જયશંકરે યીને કહ્યું કે, ગલવાનઘાટીમાં જે થયું, તે પૂર્વનયોજિત અને યોજનાબદ્ધ હતું, આ કારણે જ બધી ઘટનાઓ બની.

ચીનની અપીલ

ચીનની અપીલ

ન્યૂજ એજન્સી રૉયટર્સ મુજબ ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ભારતને અપીલ કરી છે કે આ ઘટના માટે જવાબદાર લોકોને આકરી સજા આપે, ભારતને પોતાના જવાનો પર નિયંત્રણ રાખવાની સલાહ પણ આપી. જો કે ભારત તરફથી પણ ચીનને આ મામલે તપાસ કરવા કહ્યું છે. વાંગે જયશંકરને કહ્યું કે ભારત અને ચીને એવી મહત્વપૂર્ણ સહમતિઓનું પાલન કરવું જોઈએ જેના પર બંને દેશોના નેતા સહમત થયા છે. વાંગે જોર આપતા કહ્યું કે બંને પક્ષોએ મતભેદો ઉકેલવા માટે હાજર તંતરના માધ્યમથી સંચાર અને સમન્વયને મજબૂત કરવા જોઇએ.

ભારત-ચીન તણાવ: સરહદ પર પર સેના, વાયુસેના અને નૌકાદળ હાઈએલર્ટ પર, પીએમ મોદીએ ચીનને આપી ચેતવણીભારત-ચીન તણાવ: સરહદ પર પર સેના, વાયુસેના અને નૌકાદળ હાઈએલર્ટ પર, પીએમ મોદીએ ચીનને આપી ચેતવણી

English summary
statement of white house about mediate in india-china- standoff
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X