For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુષ્ટ સાથે દોસ્તીનું પરિણામ : પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો

પાકિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપવાની આશંકા હતી, તે બધું જ હવે પાકિસ્તાનમાં બની રહ્યું છે. અશાંત દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે.

|
Google Oneindia Gujarati News

ક્વેટા : પાકિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપવાની આશંકા હતી, તે બધું જ હવે પાકિસ્તાનમાં બની રહ્યું છે. અશાંત દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધીમાં 3 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મૃત્યુઆંક વધી શકે છે. અહેવાલો અનુસાર એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ચોકી પાસે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.

Suicide bombing

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ

પાકિસ્તાનના ક્વેટામાં વરિષ્ઠ પોલીસ અધિકારી અઝહર અકરમે જણાવ્યું હતું કે, હુમલાખોર બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાથી લગભગ 25 કિલોમીટર (15 માઇલ)દક્ષિણમાં ક્વેટા-મુસ્તાંગ રોડ પર અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સ દ્વારા સંચાલિત પોસ્ટ તરફ ચાલી રહ્યો હતો. બોમ્બ ધડાકા બાદ હુમલાખોરના શરીરના કેટલાક ભાગ સુરક્ષાચોકીથી કેટલાક અંતરેથી મળી આવ્યા હતા.

બલોચ અલગાવવાદી જૂથો દ્વારા હુમલો?

બલોચ અલગાવવાદી જૂથો દ્વારા હુમલો?

અકરમે કહ્યું કે, કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધી શકે છે. આ હુમલો રવિવારની સવારે કરવામાં આવ્યો છે, પરંતુ હજૂ સુધી કોઈ સંગઠને બોમ્બવિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ બલોચ અલગાવવાદી જૂથોએ સુરક્ષા દળો પર સમાન હુમલાનો દાવો કર્યો છે. પ્રતિબંધિત બલોચ લિબરેશન આર્મી અનેબલોચ લિબરેશન ફ્રન્ટ બે દાયકાથી ગેસ અને ખનિજ સમૃદ્ધ પ્રાંત માટે સ્વતંત્રતાની માંગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઇસ્લામિક આતંકવાદી સંગઠનો પણ છે.

બલોચિસ્તાનમાં સ્વતંત્રતા સંગ્રામ

બલોચિસ્તાનમાં સ્વતંત્રતા સંગ્રામ

ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનનો એક મોટો પ્રાંત બલૂચિસ્તાન છે, જ્યાં ચીન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સંબંધિત પ્રોજેક્ટ્સ પરકામ કરી રહ્યું છે. રોડ નિર્માણ, પાવર પ્લાન્ટ અને કૃષિ વિકાસ સહિતના પ્રોજેક્ટ્સ પર અબજો ડોલર ખર્ચવામાં આવ્યા છે પરંતુ બલુચિસ્તાનના લોકોને આનો કોઈ લાભમળી રહ્યો નથી.

આવા સમયે પાકિસ્તાનની સરકાર બલૂચિસ્તાનમાંથી કમાણી કરીને બાકીના દેશને ખવડાવે છે, પરંતુ બલુચિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જદયનીય છે. જેના કારણે બલુચિસ્તાનને પાકિસ્તાનથી આઝાદ કરવાનું યુદ્ધ ચાલી રહ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓનું કહેવું છે કે, તેમને પાકિસ્તાનથી બલુચિસ્તાનની આઝાદીસ્વીકારશે. પાકિસ્તાનની સેનાએ બલુચિસ્તાનમાં બર્બરતાની તમામ હદ પાર કરી દીધી છે. હવે ટીટીપીના આતંકવાદીઓ પણ બલુચિસ્તાન પહોંચી ગયા છે, જેઓ સમગ્રપાકિસ્તાનમાં શરિયાનો અમલ કરવા માગે છે.

ચીન સામે ભારે રોષ

ચીન સામે ભારે રોષ

તાજેતરના વર્ષોમાં ચાઇનાએ અરબી સમુદ્ર પર ગ્વાદરના ઉંડા પાણીના બંદરને વિકસાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ આર્થિક કોરિડોર પ્રોજેક્ટ્સ પરકામ કરતા પાકિસ્તાનીઓ અને ચીનીઓ પર હુમલા થયા છે.

ગત મહિને આત્મઘાતી બોમ્બરે ચીની ઇજનેરોને લઇ જતી બસ પર પણ હુમલો કર્યો હતો, જેમાં નવ ચીનીઇજનેરો માર્યા ગયા હતા. આ હુમલામાં રસ્તાની બાજુમાં રમતા બે પાકિસ્તાની બાળકો પણ માર્યા ગયા હતા.

બલુચિસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ગયા મહિનેક્વેટામાં રાષ્ટ્રીય ધ્વજ વેચતા સ્ટોર પર ગ્રેનેડ ફેંક્યો હતો. પાકિસ્તાન સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ધ્વજ ખરીદી રહ્યા હતા, તેમના પર થયેલા હુમલામાં એકવ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા.

English summary
A horrific bomb blast has exploded in restive south-west Pakistan, killing several people. So far 3 deaths have been confirmed and dozens have been reported injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X