ડોનાલ્ડ ટ્રંપની દિકરીએ સુષ્મા સ્વરાજના કર્યા ભરપેટ વખાણ

Posted By:
Subscribe to Oneindia News

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચેલી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમના કાર્યક્રમ અંતર્ગત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રીથી પણ મળ્યા હતા. આ સમયે ટ્રંપની પુત્રી ઇન્વાકા સુષ્મા સ્વરાજથી ખુબ જ પ્રભાવિત થઇ હતી અને તેમણે કહ્યું કે હું સુષ્મા સ્વરાજની મોટી પ્રશંસક છું. અને તેમને મળવું મારા માટે સન્માનની વાત છે. વધુમાં ઇન્વાકાએ કહ્યું કે સુષ્મા સ્વરાજ પ્રભાવશાળી વિદેશ મંત્રી છે. જે કોઇને પણ પ્રભાવિત કરી શકે છે.

Sushma Swaraj

નોંધનીય છે કે સુષ્મા સ્વરાજ એક સપ્તાહ માટે અમેરિકાના પ્રવાસ પર છે. જ્યાં તે 23 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત મહાસભાને સંબોધિત કરશે. નોંધનીય છે કે ઇન્વાકા નવેમ્બરમાં ભારતમાં થનારી જીઇએસમાં હાજર રહેવાની છે. આ માટે પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમના પ્રવાસ દરમિયાન ઇન્વાકાને આમંત્રણ આપ્યું હતું. ઇન્વાકાના આ ભારત પ્રવાસ દરમિયાન તે બન્ને દેશાોની મહિલા ઉદ્યમી જોડે વાર્તાલાપ કરશે. આ મુલાકાત પથી તેણે ટ્વિટ કરીને કહ્યું કે તે આગામી જીઇએસ 2017માં તે ભારત અને અમેરિકાના મહિલા વેપારી સાહસિકોને મળશે અને વિકાસ પર વાત કરશે.

English summary
Sushma Swaraj met donald trump daughter. Read here more on this meeting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.