
સુષ્મા સ્વરાજના નિધન પર શું બોલ્યા યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાંકા
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને તેમના વરિષ્ઠ સલાહકાર ઈવાંકા ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો છે. ઈવાંકાએ સુષ્મા સ્વરાજને ભારત અને દુનિયાભરમાં મહિલાઓ માટે એક ચેમ્પિયન ગણાવ્યા છે. તેમણે ટ્વીટમાં કહ્યુ, 'ભારતે એક સમર્પિત અને લોકસેવક નેતાને ગુમાવી દીધા છે. સુષ્મા સ્વરાજ ભારત અને દુનિયાભરમાં મહિલાઓ માટે એક ચેમ્પિયન હતા. તેમની સાથે પરિચિત થવુ એક સમ્માનની વાત હતી.'

‘મહિલાઓના ચેમ્પિયનને આપણે ગુમાવી દીધા'
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી. મંગળવારે રાતે દિલ્લીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં તેમનુ નિધન થઈ ગયુ, તે 67 વર્ષના હતા. એક નેતા તરીકે સુષ્મા સ્વરાજનો અંદાજ ખૂબ ખાસ રહ્યો. આ જ કારણ છે કે તેમને દેશ જ નહિ પરંતુ દુનિયાભરના નેતા ઘણા પસંદ કરતા હતા. આ જ કારણ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી અને તેમના વરિષ્ઠ સલાહકાર ઈવાંકા ટ્રમ્પે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કરીને પોતાના શ્રદ્ધાંજલિ આપી છે.
|
‘ભારતે એક સમર્પિત નેતા અને લોકસેવક ગુમાવી દીધા'
ઈવાંકા ટ્રમ્પે ટ્વીટમાં કહ્યુ, ‘પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી ભારતે એક સમર્પિત નેતા અને લોકસેવક ગુમાવી દીધા છે. સુષ્મા સ્વરાજ ભારત અને દુનિયાભરમાં મહિલાઓ માટે એક ચેમ્પિયન હતા અને તેમને જાણવા એક સમ્માનની વાત હતી.' તમને જણાવી દઈએ કે ટ્રમ્પ મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર આધારિત એક કાર્યક્રમમાં સુષ્મા સ્વરાજને મળ્યા હતા.
આ પણ વાંચોઃ જાણો આજકાલના વિચિત્ર ડેટિંગ ટ્રેન્ડ વિશે
|
અમેરિકાના વિદેશ મંત્રીએ કર્યુ આ ટ્વીટ
સુષ્મા સ્વરાજના નિધન પર અમેરિકાના વિદેશ મંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ અને પોતાની શ્રદ્ધાંજલિ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયોએ ટ્વીટમાં લખ્યુ, ‘મારી મિત્ર અને ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધના સમાચાર સાંભળી દુઃખ થયુ. તે એક મજબૂત સાથી હતા જેઓ કહેતા કે વધુ લોકતાંત્રિક વિશ્વ વધુ શાંતિપૂર્ણ હોય છે. તેમના પરિવાર અને ભારતની જનતા પ્રત્યે મારી સંવેદના છે.'