For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વીસ બેંક હવે બેંક એકાઉન્ટની વિગતો શેર કરશે

|
Google Oneindia Gujarati News

black-money
જીનિવા, 17 ઓક્ટોબર : ટેક્સચોરો પર લગામ તાણવા અને કાળાં નાણાં સામેની લડાઈમાં ભારત સહિત અનેક દેશોને મોટી સફળતા મળી છે. સ્વીત્ઝર્લૅન્ડે તેના બેંકિંગ વ્યવહારને ગૌપ્ય રાખતો પરદો ચીરી નાખ્યો છે. હવે તે વેરાસંબંધી જાણકારી આપવા તથા આ બાબતે વહીવટી સહકાર આપવા તૈયાર થયું છે. સ્વીસ બૅંકો કરવેરા સંબંધે અકાઉન્ટ તથા અન્ય વિગતોની જાણકારી, સંબંધિત વ્યક્તિને આગોતરી જાણ કર્યા વિના અને ચોરાયેલા ડેટામાંથી સર્જાતા સવાલોના આધારે ભારત સહિત અન્ય દેશો સાથે આપ-લે કરશે.

વિદેશી સત્તાવાળાઓ વર્ષોથી સ્વીસ બેંકોમાં જમા ગેરકાયદે ભંડોળની જાણકારી મેળવવાના પ્રયાસ કરતા હતા, ભારત સહિત તેમને માટે આ બાતમી નવું બળ મળ્યા સમાન છે. આમ હવે ટેક્સચોરો વિરુદ્ધ ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ઝુંબેશ હેઠળ થયેલા કરાર પર સહીઓ થવાની સાથે કરચોરોને સ્વીસ બેંકોની ગોપનિયતાનો લાભ મળી શકશે નહીં.

કરવેરાસંબંધી બાબતોમાં સહિયારી વહીવટી મદદ (મ્યુચ્યુઅલ ઍડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્સ ઈન ટેક્સ મેટર્સ) સંબંધી આંતરરાષ્ટ્રીય ઑર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી)ની બહુપક્ષીય સભા (મલ્ટીલેટરલ ક્ધવેન્શન)માં સ્વીત્ઝર્લૅન્ડે સહી કર્યા બાદ સ્વીસ ફેડરલ કાઉન્સિલના ટેક્સસંબંધી બાબતોની આપ-લે કરવા સંબંધી વિગતવાર નિવેદન આપ્યું હતું. કરાર પર હસ્તાક્ષરો કરવાથી હવે દરિયાપારના સત્તાવાળાઓ સાથે કરવેરાની બાબતોમાં આપોઆપ માહિતીની આપ-લે તથા પરસ્પર વહીવટી મદદ થશે.

બેંકિંગ વ્યવહાર બાબતે ભારે ગોપનીયતા જાળવવા માટે જાણીતી સ્વીઝ સરકારની ‘અપવાદરૂપ કિસ્સાઓ'માં કરવેરા ભરનારાઓને અપાનારું નોટિફિકેશન વિલંબમાં મૂકવાની દરખાસ્ત પર ટૂંક સમયમાં સ્વીસ સંસદમાં ચર્ચા કરવામાં આવશે. હાલના કાયદા હેઠળ માહિતી માગનારા દેશને કરદાતાઓની કોઈ પણ વિગત આપવી હોય તો તે સંબંધે લાગતાવળગતા કરદાતા કોઈ પણ અપવાદ વિના જાણ કરવી આવશ્યક છે. હવે તે વિના માહિતી આપી શકાશે અને લઈ શકાશે.

English summary
Swiss bank to share bank account details with foreign nations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X