સીરિયાઈ મિલિટ્રી બેઝ પર હુમલા પછી 4 દેશો વચ્ચે જંગ છેડાઈ

Posted By:
Subscribe to Oneindia News

સીરિયામાં શનિવારે (7 એપ્રિલ) સાંજે થયેલા કેમિકલ એટેકના 24 કલાકની અંદર સીરિયાઈ મિલિટ્રી એર બેઝને નિશાનો બનાવવામાં આવ્યો હતો. આ અટેક પછી સીરિયાએ અમેરિકાને જવાબદાર ગણાવ્યું. ત્યાં જ રશિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઇઝરાયેલ ઘ્વારા એર બેઝને નિશાનો બનાવવામાં આવ્યું છે. રશિયા મિલિટ્રી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલના બે લડાકુ વિમાન એફ -15 ઘ્વારા રવિવારે સીરિયાઈ મિલિટ્રી બેઝ પર હુમલો કરવામાં આવ્યો. રશિયા ડિફેન્સ મિલિટ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીરિયા પર અટેક કરવા માટે ઇઝરાયેલ લડાકુ વિમાને લેબનાન એર સ્પેસથી ઉડાન ભરી હતી. રશિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઇઝરાયેલે 8 મિસાઈલ મારી હતી જેમાંથી સીરિયાઈ ડિફેન્સ સિસ્ટમે 5 તોડી પાડી હતી.

syria

રશિયા ઘ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ઇઝરાયેલ મિલિટ્રી સ્પોકપર્શન ઘ્વારા કોઈ પણ નિવેદન આપવાથી ઇન્કાર કરી દીધું છે. આ પહેલા સીરિયાઈ મીડિયા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોમવારે થયેલા મિસાઈલ એટેક માટે અમેરિકા જવાબદાર છે. સીરિયાઈ મિલિટ્રી બેઝ પર થયેલા હુમલામાં ઈરાની નાગરિક સહીત 14 લોકોની મૌત થયી છે.

સીરિયાઈ મીડિયા ઘ્વારા લગાવવામાં આવેલા આરોપોનું પેન્ટાગોન ઘ્વારા ખંડન કરવામાં આવ્યું. તેમને કહ્યું કે તેમને સીરિયાઈ એર બેઝ પર કોઈ પણ પ્રકારનો હુમલો કર્યો નથી. સીરિયા મિલિટ્રી એર બેઝ હુમલા પછી મોટી સંખ્યામાં રુસી સૈનિકો ઉભા કરવામાં આવ્યા છે.

ફરી એકવાર સીરિયામાં કેમીકલ એટેક પછી પશ્ચિમ દેશો ઘ્વારા રશિયા અને અસદ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા કેમિકલ એટેક ગુનેગારોને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. જયારે બ્રિટને અસદ સરકારની ક્રૂરતા જણાવી છે. કેમિકલ એટેક પછી યુએન સિક્યોરિટી કાઉન્સિલે સોમવારે તત્કાલ બેઠક બોલાવી હતી.

English summary
Syria war russia outs israel syrian media says us responsible for air base attack

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.