
તાલિબાનને મળ્યા અમેરિકી હથિયારો, 2,000 સશસ્ત્ર વાહનો અને લાખો બંદૂકો સહિત ઘાતક હથિયારોનો સમાવેશ
કાબુલ : તાલિબાને સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. આખા દેશમાં અરાજકતાનું વાતાવરણ છે. અશરફ ગની દેશ છોડીને ગયા પછી, તાલિબાનોએ સરકારની માલિકીની દરેક વસ્તુ પર નિયંત્રણ મેળવ્યું હતું. જેમાં અત્યાધુનિક હથિયારો, વિમાનો, લડાકુ હેલિકોપ્ટર, ડ્રોન અને અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનને આપવામાં આવેલા ઘણા વધુ આધુનિક વાહનોનો સમાવેશ થાય છે. લગભગ એક મહિના પહેલા અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે અમેરિકા દ્વારા કાબુલને પહોંચાડવામાં આવેલા સાત નવા હેલિકોપ્ટર સાથેના ફોટા તાલિબાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

આતંકવાદી સંગઠન પહેલા કરતા વધુ ઘાતક બન્યું
તાલિબાને એક અઠવાડિયા જેટલા સમાયમાં અફઘાનિસ્તાનના મોટા ભાગ પર કબ્જે કર્યો હતો, તેમજ અફઘાન સૈન્ય દ્વારા પાછળ છોડી ગયેલા હથિયારો અને સાધનો જપ્ત કરી લીધા હતા. જે અંગે સામે આવેલી કેટલીક તસવીરો અને વીડિયોમાં તાલિબાનને હથિયારો અને લશ્કરી વાહનો સાથે જોવા મળી રહ્યા છે, જેનો ઉપયોગ અમેરિકન સૈનિકોએ કર્યો હતો અથવા જે અફઘાનિસ્તાનના સુરક્ષા દળોને આપવામાં આવ્યો હતો. તાલિબાનના હાથમાં અમેરિકન લશ્કરી સાધનો ચલાવતું આતંકવાદી સંગઠન પહેલા કરતાં વધુ ઘાતક બન્યું છે.

2000 લશ્કરી વાહનો, ડ્રોન અને લાખો એસોલ્ટ રાઇફલ્સ હવે તાલિબાનના હાથમાં
તાલિબાનના હથિયારોમાં યુએસ નિર્મિત આર્મર્ડ વ્હીકલ હમ્બીઝ, એરક્રાફ્ટ, ફાઇટર હેલિકોપ્ટર, નાઇટ વિઝન ગોગલ્સ અને ડ્રોન એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ સામે આવેલા વીડિયોમાં તાલિબાનીઓને વાહનોની લાંબી લાઇનનું નિરીક્ષણ કરતા અને નવા હથિયારો, સંદેશાવ્યવહારના સાધનો અને લશ્કરી ડ્રોનને અનપેક કરતા જોઇ શકાય છે. તેમાં કંદહાર એરપોર્ટ પર અત્યાધુનિક UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે.

તાલિબાન પાસે હવે યુએસ હમવી સહિત 2000 લશ્કરી વાહનો
યુએસ હુમાવી સહિત 2000 લશ્કરી વાહનો તાલિબાનના હાથમાં છે. તાલિબાનને હજારો જીવલેણ રાઇફલ્સ અને લેસર ગાઇડેડ બોમ્બ મળ્યા છે. તેમના કબ્જામાં 40 વિમાનો છે, જેમાં કેટલાક ઘાતક UH-60 બ્લેક હોક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જેમાં સ્કાઉટ એટેક હેલિકોપ્ટર અને સ્કેન ઇગલ મિલિટરી ડ્રોનનો સમાવેશ થાય છે. આ હથિયારો ચીન અને રશિયાના હાથમાં આવવાના ડરે અમેરિકાને ગભરાવી દીધું છે. અમેરિકા આ ભંડાર પર બોમ્બમારો કરવાનું વિચારી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડનનું વહીવટ શસ્ત્રો માટે એટલું ચિંતિત છે કે, તે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

અમેરિકા અને તેના સહયોગી માટે મોટો ખતરો
અમેરિકાના ભૂતપૂર્વ અધિકારીઓ હવે ચિંતિત છે કે, તાલિબાન પાસે રહેલા જીવલેણ હથિયારોનો ઉપયોગ નાગરિકોની હત્યા માટે થઈ શકે છે. તેઓ આઇએસઆઇએસ જેવા અન્ય આતંકવાદી સંગઠનો સુધી પણ પહોંચી શકે છે, જેઓ આ ક્ષેત્રમાં અન્યત્ર યુએસ સામે તેનો ઉપયોગ કરી શકે છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ફોરેન અફેર્સ કમિટીના સભ્ય અને ટોચના રિપબ્લિકન ધારાસભ્ય માઈકલ મેકકોલ કહે છે કે, આપણે હાલ તાલિબાન લડવૈયાઓના હાથમાં યુએસ દ્વારા બનાવેલા હથિયારો જોઈ રહ્યા છીએ, જે તેઓએ અફઘાન સેના પાસેથી છીનવી લીધા છે. આ અમેરિકા અને આપણ અન્ય સહયોગી દેશો માટે મોટો ખતરો છે.

અમેરિકાએ વર્ષ 2002થી 2017 વચ્ચે અફઘાન સૈન્યને 28 અબજ ડોલરના શસ્ત્રો આપ્યા છે
વર્ષ 2002થી 2017 વચ્ચે યુએસએ અફઘાન સૈન્યને બંદૂકો, રોકેટ, નાઇટ વિઝન ગોગલ્સ અને નાના ગુપ્ત માહિતી ભેગા કરનાર ડ્રોન સહિત 28 અબજ ડોલરના હથિયારો પૂરા પાડ્યા છે. વર્ષ 2003થી 2016 વચ્ચે અફઘાન સેનાને 208 વિમાનો અને હેલિકોપ્ટર આપવામાં આવ્યા હતા. આમાંથી 40થી 50 વિમાન અફઘાન પાઇલટ તાલિબાન હુમલા દરમિયાન ઉઝબેકિસ્તાન ભાગી જવામાં સફળ રહ્યા હતા. એક યુએસ લશ્કરી અધિકારીએ જણાવ્યું છે કે, તાલિબાનના હાથમાં નાઇટ વિઝન ગોગલ્સ અને સંચાર સાધનો સૌથી વધુ ચિંતાજનક બાબત છે.
અમેરિકાએ વર્ષ 2002થી 2017 વચ્ચે અફઘાન સૈન્યને 28 અબજ ડોલરના શસ્ત્રો આપ્યા છે
વર્ષ 2002થી 2017 વચ્ચે યુએસએ અફઘાન સૈન્યને બંદૂકો, રોકેટ, નાઇટ વિઝન ગોગલ્સ અને નાના ગુપ્ત માહિતી ભેગા કરનાર ડ્રોન સહિત 28 અબજ ડોલરના હથિયારો પૂરા પાડ્યા છે. વર્ષ 2003થી 2016 વચ્ચે અફઘાન સેનાને 208 વિમાનો અને હેલિકોપ્ટર આપવામાં આવ્યા હતા. આમાંથી 40થી 50 વિમાન અફઘાન પાઇલટ તાલિબાન હુમલા દરમિયાન ઉઝબેકિસ્તાન ભાગી જવામાં સફળ રહ્યા હતા. એક યુએસ લશ્કરી અધિકારીએ જણાવ્યું છે કે, તાલિબાનના હાથમાં નાઇટ વિઝન ગોગલ્સ અને સંચાર સાધનો સૌથી વધુ ચિંતાજનક બાબત છે.

ઘાતક M16 એસોલ્ટ રાઇફલ સહિત 6 લાખ પાયદળ હથિયારો પણ તાલિબાનના હાથમાં
અમેરિકા દ્વારા અફઘાન દળોને પૂરા પાડવામાં આવતા 6,00,000 પાયદળ હથિયારો, જેમાં ઘાતક M16 એસોલ્ટ રાઇફલ અને 1,62,000 સંચાર સાધનોનો સમાવેશ થાય છે, તે હવે તાલિબાનના કબ્જામાં છે. અમેરિકાએ વર્ષ 2003થી અફઘાન સૈન્યને 16,000 નાઇટ-વિઝન ગોગલ્સ સાધનો પૂરા પાડ્યા છે. આમાંથી મોટાભાગના તાલિબાનના નિયંત્રણ હેઠળ છે. રાત્રે લડવાની ક્ષમતા કોઇપણ યુદ્ધમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

હેન્ડહેલ્ડ મશીનગન, મોર્ટાર અને અનેક હોવિત્ઝર
વર્ષ 2016થી 2019 સુધી અફઘાનિસ્તાનમાં લશ્કરી કામગીરીની દેખરેખ રાખતા યુએસ સેન્ટ્રલ કમાન્ડના નેતૃત્વ કરનારા નિવૃત્ત જનરલ જોસેફ વોટેલ તાલિબાનની હાથથી પકડાયેલી મશીનગન, મોર્ટાર અને કેટલાક હોવિત્ઝરને ત્યાંના ગૃહ યુદ્ધમાં નિર્ણાયક તરીકે જુએ છે. તેમનું કહેવું છે કે, આ હથિયારની મદદથી તાલિબાન પંજશીર ખીણમાં હરીફ જૂથો પર હાવી થઇને કબ્જો જમાવી શકે છે, જે હજૂ પણ તેમના નિયંત્રણથી બાકાત છે.