ન્યુઝીલેન્ડ માં બ્રિટનની મહારાણીની હત્યાની કોશિશ કરવામાં આવી

Posted By:
Subscribe to Oneindia News

બ્રિટનની મહારાણી એલિઝાબેથ 2 ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. ન્યુઝીલેન્ડની સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઘ્વારા પોતાના દસ્તાવેજોમાં તેનો ખુલાસો કર્યો છે. એજેન્સી ઘ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે જયારે વર્ષ 1981 દરમિયાન બ્રિટનની મહારાણી ન્યુઝીલેન્ડ આવી હતી ત્યારે માનસિક રીતે અસ્થિર યુવકે તેમની ગાડી તરફ ગોળી ચલાવી હતી. પરંતુ પોલીસે તે યુવકની ધરપકડ કરી લીધી હતી.

queen elizabeth

ન્યુઝીલેન્ડની ખુફિયા એજન્સી સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઘ્વારા બ્રિટનની મહારાણીને લઈને મોટો ખુલાસો કર્યો છે. મીડિયાના આગ્રહ પછી એજન્સી ઘ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બ્રિટનની મહારાણીની ન્યુઝીલેન્ડમાં હત્યાની કોશિશ કરવામાં આવી હતી. એજેન્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે 1981 દરમિયાન બ્રિટનની મહારાણી ન્યુઝીલેન્ડ આવી હતી ત્યારે એક યુવકે તેમની ગાડી તરફ ગોળી ચાલવી હતી. આ ઘટનામાં કોઈ પણ ઘાયલ થયું ના હતું.

એજન્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગોળી ચલાવનાર યુવક માનસિક રીતે પરેશાન હતો. 17 વર્ષના ક્રિસ્ટોફર લેવિસે તેમની કાર તરફ ગોળી ચલાવી હતી. ત્યારે પોલીસે મહારાણીની સુરક્ષામાં રહેલા લોકોને જણાવ્યું હતું કે તે અવાઝ ફટાકડા ફૂટવાનો છે. ત્યારપછી પોલીસે ક્રિસ્ટોફરની ચોરી મામલટે ધરપકડ કરી હતી. હવે સવાલ પેદા થઇ રહ્યો છે કે શુ તે સમયે પોલીસે મામલો દબાવવાની કોશિશ કરી હતી.

English summary
Teenager tried to kill queen elizabeth ll while she was on new zealand tour.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.